________________
જગતને મહાન વિદૂષક
જ્યૉર્જ બર્નાડ શૉ]. અંગ્રેજીના મહાન સાહિત્યકાર શ્રી. જયોર્જ બર્નાડ શૉએ ૯૪ વર્ષની પાકી વયે ટૂંકી માંદગી પછી શાંતિથી દેહ છોડયો. જ્યાં જ્યાં અંગ્રેજી ભાષા ચાલે છે – અને દુનિયામાં કેટલા બધા પ્રદેશેમાં તે ચાલે છે ! – ત્યાં બધે આ મહાન વિચારક અને લેખકનું નામ જાણીતું છે.
એ ધેિ સાહિત્યસેવક હતા. મોટે ભાગે એમણે નાટકો લખ્યાં છે. પરંતુ પ્રખર અને તલસ્પર્શી વિચારક હોઈને, તે એટલા જ મોટા નિબંધકાર હતા. દરેક નાટક જોડે તેની પ્રસ્તાવના રૂપે એમણે નિબંધ લખીને જેડયો છે.
એમની કલમમાં જોમ હતું, વિચારમાં પ્રભાવ હતો, અને અસરમાં તે કલમ અસા જેમ અજ્ઞાન, દંભ, છળ કે માયાના ઘૂંઘટ-પટને મૂંડી નાખે એવી ધારદાર હતી. અંગ્રેજી વાચકોના વિચાર પર કોઈ કાંતિ એમણે નિર્માણ કરી એમ લાગતું નથી, પરંતુ એમના શબ્દો ઝીલવાને માટે અંગ્રેજી જગત એટલું તો આતુર રહેતું કે, સાંભળ્યું છે કે, પાછળના ભાગમાં તે પ્રકાશ શબ્દ ગિની આપીને તેમનાં લખાણો છાપવા માટે લેતા ને તેમાંય પડાપડી થતી.
તે જન્મે આયરલૉન્ડના હતા. પણ આખે જન્મારે તેમણે ઇંગ્લેન્ડમાં જ કાઢયો. શરૂને અર્ધો ભાગ તેમણે ઠીક ઠીક પ્રવૃત્તિમાં યો ગણાય. તે ફેબિયન મંડળ (કે જેને વિલાયતમાં સમાજવાદ અને મજર૫ક્ષનું બળ જન્માવવાને યશ મળી શકે) તેના સંસ્થાપકોમાંના એક ગણાય. કવિ વિલિયમ મેરીસ, સમાજ-સેવક ચાર્લ્સ બૂથ, વેબ દંપતી, મેકડોનાલ્ડ લેન્સબરી, વગેરેના એ સહકાર્યકર્તા હતા.
પછીના જીવનમાં એ આ બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ શાંત સાહિત્યજીવનમાં ગોઠવાયા અને અંતકાળ સુધી એમાં લાગ્યાં રહ્યા. એમનું સાહિત્ય એટલે જીવનમાં અનુભવેલાં કેટલાંક મહા ઊંડા તરનું નાટકીય નિરૂપણ. વિનોદ, કટાક્ષ, કાંઈક આખાબોલાપણું, એમની શૈલીમાં ઓત-પ્રોત રહેતા. ઓછા શબ્દોમાં ઘારું કામ લેવું, એ એમને રમત હતી. વિચારોને ઘૂંટી ઘૂંટીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org