________________
એફ એક
૧૦૨
તે ચકાસવું જેઈએ, એટલે એમણે એક પ્રયોગ કર્યો. અંગ્રેજી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ઉર્દૂ તથા આફ્રિકન ભાષામાંની દરેક ભાષાદીઠ, તે ભાષા જેમની માતૃભાષા હોય તેવા પચાસ-પચાસ વિદ્યાર્થીનાં જૂથ દીધા. આ વિદ્યાર્થીઓને એક પ્રશ્નપત્ર તેમની માતૃભાષાને આપ્યા અને એક બીજા વિષય તરીકે એક પ્રશ્નપત્ર ગણિતના આપ્યો. ગણિતના પેપર તા બધાને સરખા અને અંગ્રેજીમાં. માતૃભાષાના પેપર દરેકને તેમની માતૃભાષા પ્રમાણે પણ એકંદરે સરખા ધેારણને. પરીક્ષા પૂરી થયે પરિણામ ચકાસતાં જણાયું કે વિદ્યાર્થીની માતૃભાષા ગમે તે હોય વિદ્યાર્થીએ માતૃભાષામાં મેળવેલા માર્ક વચ્ચે સીધા સંબંધ છે – જે વિદ્યાર્થીના માતૃભાષામાં વધારે ગુણ તેના ગણિતમાં વધારે ગુણ, ભલે ને તે માતૃભાષા શાળામાં શીખવાતી ન હાય! અલબત્ત, પછી લંડનની કૌસિલે તા શાળાના સમય બાદ બાળકોને તેમની માતૃભાષા શીખવવાની વ્યવસ્થા કરી.
આ પ્રયોગ એક બહુ ઉપયોગી તારણ તરફ આંગળી ચીંધે છે. માતૃભાષાનું સારું શિક્ષણ એ કોઈ પણ વિષયના સારા શિક્ષણ માટેની પૂર્વશરત છે. આપણી શાળાઓમાં ગુજરાતીનું શિક્ષણ સુદ્દઢ થશે તેમ તેમ અન્ય વિષયાનું – ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા અને અન્ય ભાષાનું શિક્ષણ સુઢ થશે.
-
દેશી ભાષાઓના ઘણા ઉત્તમ કવિ અને સાહિત્યકારો અંગ્રેજીના પ્રાધ્યાપકો રહ્યા છે, કારણ કે અન્ય ભાષાશિક્ષણની પૂર્વશરત તેઓ સરળતાથી અંતેષે છે. મારું પ્રાથમિક શાળાનું ગુજરાતી શિક્ષણ સારું થયું હોત તો મારી વિચાર કરવાની નૈસગિક (બાળપણથી ચાલી આવતી) રીત યોગ્ય રીતે વિકસે છે. અને પછી નવા વિષયા, નવી ભાષા શીખવાનું મને વધુ સરળ થાય છે.
આમ, મને તો હમેશાં લાગ્યું છે કે આપણી શાળાઓનું ગુજરાતી શિક્ષણ દા'ડે દા'ડે કથળતું જાય છે, અને છતાં આપણે બધા અંગ્રેજી બરાબર શીખવાતુ નથી તેની ચિંતા કર્યા કરીએ તેમાં થોડો' કાર્ય-કારણ'ના ભેદ ભૂલી જવાય છે. જે પ્રજામાં શું શાં પૈસા ચાર 'ની ભાવના પોતાની ભાષા માટે વ્યાપક છે, તે પ્રજામાં બસ સર, યસ મૅડમ ” પૈસા સાડા ત્રણથી વધે નહિ તે તે સમજાય તેવું છે.
‘પરબ'માંથી સારવીને સાભાર]
× ૩૦ વૈધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org