________________
૩૪૬
એક ઝલક અંધારાનો ઉપાય અજવાળું કરવાનો, તાળાં ખોલવાનો ઉપાય ચાવી શોધી કાઢવાનો.
“ તાલા કૂચી કુલકે લાગે
ઉધડત બાર ન કોઈ.” કૂંચી મળી અને તાળાં ઉઘડતાં કોઈ વાર લાગે જ
તહીં.
હજારો સાલનાં અંધારાં પ્રકાશના એક ઝબકારે, વીજળીના એક ચમકારે ગાયબ થઈ જાય છે.
કબીરની વાણીમાં તણખા ઝરે છે, ચિનગારી પ્રગટે છે. કબીર પાસે આવો અને “એક જ દે ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી ..” અને પછી તો “દીવો અણભે પ્રગટે એવો તારે તિમિરના જેવો.” કહે કબીર સંસા સબ છૂટા રામ રતન ધન પાયા...”
પરમાત્માનો સાક્ષાત્કાર થતાં જ જન્મમરણના ફેરા ટળી જાય છે, સુખ-દુ:ખની ભ્રમજાળ મટી જાય છે. સઘળા સંશય ટળી જાય છે.
“પાયોજી મૈંને રામ રતન ધન પાયો ..” “કહૈ કબીર સુનો ભાઈ સાધો,
સાહબ મિલૈ સબૂરીમેં...” પરમાત્મા ઉપર પ્રેમ કરે, સબૂરી રાખો, તો સાહેબ તમને અવશ્ય મળશે. સદ્દબુદ્ધિ આપજો, કુબુદ્ધિ કાપજો.
મથુરા જાર્વે દ્વારિકા, ભાવૈ જાવૈ જગનાથ; સાધુ સંગતિ હરિભજન બિન, કછુ ન આવૈ હાથ.”
“તીરથ ફરી ફરી થાક્યાં ચરણ તોય ન પહોંચ્યા હરિને શરણ.”
આ અખાની વાણી છે. અને ઉપર છે કબીરની વાણી. અખાને અને કબીરને જબરો મેળ જામે છે. અખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org