________________
શિક્ષણનું માધ્યમ, અંગ્રેજી અને શ્રી. મગનભાઈ * એમની એ ખોટી જીદ છે એવું અનેક સ્થળેથી આજે કહેવાઈ રહ્યું છે એ એ જોતાં, એમના એ વલણની ભૂમિકાનું આ પ્રસંગે થોડુંક પૃથક્કરણ કર્યું હોય તો તે ઉચિત લેખાશે. ' ' એમ કહેવામાં આવે છે કે, માધ્યમ માટેની આ લડતમાં સંકુચિત રાષ્ટ્રવાદ છે, એમાં જ્ઞાન મેળવવાની બારીઓ બંધ કરી દેવાની બાઘાઈ છે, અને આવું આવું ઘણું બધું એમાં છે. આ અંગે એક વાત ખાસ વૈધવા જેવા છે કે, સ્વરાજપ્રાપ્તિ પહેલાં અને પછી ડીંક વર્ષ તે સૌ કોઈ સ્વભાષા જ માધ્યમ હાઈ શકે એવી હિમાયત કરતા હતા; કારણ કે ગાંધીજીએ દેશને એ દિશામાં વિચાર કરતાં શીખવ્યું હતું અને એ મતના હોવામાં પ્રગતિશીલતા લેખાતી હતી. આથી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના-કાળે તે વખતના વાઈસ-ચાન્સેલરને મંગળ પ્રવચન ગુજરાતીમાં કરવા માટે તે વખતની સેનેટના કેટલાક સભ્યોએ એક લેખિત વિનંતી કરી હતી, અને એ માન્ય કે થઈ હતી.* * * * * * ૨ -
યુનિવર્સિટીને વહીવટ ગુજરાતીમાં થવો જોઈએ એવો આગ્રહ જે લોકો રાષ્ટ્રીય શિક્ષણ સાથે સંકળાયેલા ન હતા, એટલું જ નહીં બલકે સ્વરાજ્ય માટેની બધી જ વડતો દરમ્યાન એનાથી અલગ રહ્યા હતા, ને મુંબઈ યુનિવર્સિટીના વહીવટમાં' જેમના જીવનને ઘણે ભાગ વ્યતીત થયો હ, તેવા લોકો તરફથી શરૂ થશે – ને આ અગત્યની બાબતમાં પહેલ કરવાનો યશ બીજા કોઈ છીનવી ન લે તે માટેની સ્પર્ધા શરૂ થઈ. એવું જ માધ્યમ માટે પણ એમનું વલણ થયું, ગુજરાતીમાં શીખવવાનું શક્ય છે, વિના વિલાંબે એ શરૂ થવું જોઈએ એવો આગ્રહ તેમના તરફથી સેવાવા માંડ્યો. ' ' . ' '
એનું એક મુખ્ય કારણ એ હતું કે ભારતના બીજા કોઈ પણ પ્રાંત કરતાં ગુજરાતને અને બીજા કેંઈ પણ નગર કરતાં અમદાવાદને બહુ દીર્ધાકાળ પર્યંત ગાંધીજીનું કર્મક્ષેત્ર બનવાની તક મળી હતી. ગાંધીજીએ આપણા દેશને જે અણમોલ વારસે આપેલું છે, તેનું પ્રભવસ્થાન અમદાવાદ રહ્યું છે. ઉચ્ચ કેળવૅણી ક્ષેત્રે ગાંધીજીએ જે અજોડ અખતરો કર્યો હતે, તે ગૂજરાત - વિદ્યાપીઠનું મથક પણ અમદાવાદમાં જ હતું – અને ગાંધી વિચારસરણીની સૌથી વધુ વ્યાપક અસરની દષ્ટિએ આખા ભારતમાં કદાચ ગુજરાત પ્રમુખસ્થાને આવે. આ બધાં કારણે ગુજરાત યુનિવર્સિટી એની પ્રારંભિક ભૂમિકામાં એ પરંપરા અનુસાર વર્તે એ સની અપેક્ષા હતી, અને તે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીએ વર્તી પણ બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org