________________
એક ઝલક પહેલો હૃદયરોગને પ્રસંગ બન્યું, ત્યારે શ્રી. સુશીલા નયર પાસે હતાં; તેમણે ચાંપતા ઉપાય છે તે પ્રસંગને વાળી લીધો. પણ એ તે એમ જ કહેતા કે, “બાપુ પાસે પહોંચી જવામાં તું આડે આવી. ઠીક છે. પ્રભુ હજી બાપુનું કામ બાકી છે તે કરાવવા માગતો હશે.' અને પાછી એમણે ગાંઠ વાળી ને ગમે તેવી તબિયત છતાં કામે વળગ્યા. બે વરસ ખેંચી કાઢયાં, તેનું મોટું શ્રેય તેમનાં સુપુત્રી શ્રી. મણિબહેનને જાય છે. એમણે એમને માતાની જેમ છેલ્લાં કેટલાંય વરસથી સંભાળ્યા છે. પાંચ દસ સેવકો મળીનેય કામ ન દઈ શકે તેવું ને તેટલું કામ એમણે કર્યું છે. બાપુને શું કયારે જોઈએ તે તેમણે કહેવા ઉપર રાખ્યું જ નહિ; જે જ્યારે જરૂરનું હોય તે વગર કહ્યું પૂછયે મળ્યા જ કરે, એવી સદા જાગ્રત સેવા કરી. આને માટે દેશે એમને આભાર માન જોઈએ.
પણ છેવટે કદાચ એમના મનમાં ઊંડે ઊંડે અમુક ઉદાસભાવ આવ્યો કે શું? નહિ તે આમ ચિતે દેહ ન પડી જાત. તેમનું કાઠું હજી બેચાર વરસ કાઢતા. પણ એમ ઈશ્વરને ન રુચ્યું. એણે એમને લઈ લીધા. અને કોને ક્યારે લેવા એની વેળા તે એ જ જાણે છે ને? સરદાર એણે નિર્ભેલી ઘડીએ જ ગયા. તેમાં જ સૌએ સારું માનીને આગળ ચાલવું જોઈએ. સરદારને મોટામાં મોટો જીવન-બોધ હોય તો એ છે.
ગુજરાતના શિરછત્ર એ હતા. એમણે ગુજરાતને એક બની કામ કરવાને પાઠ શીખવ્યું છે, અને આ કામ સ્વરાજને વફાદાર હોવું જ જોઈએ. એમાં આંધળા પ્રાંતવાદ કે પાગલ કેમવાદ ન હોઈ શકે, એ પણ સરદારની જ શીખ હતી. અને જેઓ એમને પ્રાંતવાદી કે કેમવાદી માનતા હશે, તેઓ સરદારને ઓળખતા નથી. તેવા એ હેત જે કામ તેમણે કર્યું અને જે પદે પહોંચ્યા, તે સંભવી જ ન શકત.
તે વીરકમ હતા; વાસ્તવિક પ્રત્યક્ષતાને સમજવામાં બાહોશ હતા; માનવીની પરખ તો ગાંધીજી કરતાંય કદાચ એમની પાસે વધારે હશે; અને તે ભક્તહૃદયવાળા હતા. જીવનભર દેશની ભલાઈનાં કામમાં તે ખડે પગે રહ્યા, અને તે કરતાં કરતાં અંતિમ આરામને માટે સૂતા.
તે ક્ષત્રિય હતા. ગીતાકારે કહેલાં ક્ષારકર્મો એમની પ્રકૃતિમાં જડાયેલાં હતાં –
शौर्य तेजो धृतिर्दाश्यम् युद्धे चाप्यपलायनम् । दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org