________________
એક ઝલક તે બધા એક જ જાતિના જમાતના લોકો છે. જાગેલાઓની જાતિના.
કાજીસાહેબ સાંભરમાં દાદૂ પાસે આવ્યા અને દાદૂને ધમકાવવા લાગ્યા. તું ખુદાને “રામ” કહીને ધર્મને ભ્રષ્ટ કરે છે? રામને પૂજનારો કાફર કહેવાય. દાદૂએ કહ્યું, કાજી કજા ન જાનહી, કાગદ હાથિ કતેબ,
પઢતે પઢતે દિન ગયે, ભીતર નાહી ભેદ.
અલ્યા કાજી તું સાચું તો જાણતો નથી; માત્ર કાગળની કિતાબ હાથમાં રાખી પઢયા કરે છે. પોથી પઢયા કરવાથી કેટલાય દિવસ વીતી ગયા પણ રહસ્ય તો પામ્યો નહિ.
કાજી આથી તો વીફર્યો અને દાદૂને ગાલ ઉપર તમાચો ઠોકી દીધો – દાદૂએ બીજો ગાલ ધર્યો. કાજી શરમાઈને ચાલતો થયો. સાંભરમાં મુકામ કરી રહેલા દાદૂને અકબરે ફતેપુરસીક્રી પધારવાનું નિમંત્રણ મોકલ્યું, શો જવાબ આપ્યો છે દાદૂએ,
એક સમ્રાટ એક ગરીબ માણસ પાસે શાની આશા રાખી શકે? પણ કોઈ ભકત સાંભર આવવા માગતા હોય તો જરૂર પધારે.
અકબર જવાબનો મર્મ સમજી ગયો.
ઈ.સ. ૧૫૮૬માં બેઉ વચ્ચે ચાલીસ દિવસ સત્સંગ ચાવ્યો. આ મુલાકાતથી અકબર વધુ બિનસાંપ્રદાયિક બન્યો.
દાદૂ દયાળ જેવા સંતોએ હિંદુસ્તાનનું નામ રોશન કર્યું છે.
દાદૂની વાણીનો લહાવો લઈએ અને આપણે સૌ એના રંગે રંગાઈ જઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org