________________
બોધભાષા તે માતૃભાષા જ
રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી. મગનભાઈ દેસાઈ અને તેમના સહથી શ્રી. ગોપાળદાસ પટેલના પિતા અને પ્રતિભા અનેક રીતે ન્યારા અને અને ખાં હતાં. સ્વાધીન ભારતના લોક-શિક્ષણના ઇતિહાસમાં રાષ્ટ્રઘડતરના સાહિત્યસર્જન અને પત્રકારિત્વમાં તેમણે પહેલાં પગલાં કદાપિ ભૂંસી શકાશે નહિ. આઝાદી મળ્યા પછી આપણા દેશમાં શિક્ષણના સુધારાની બાબતમાં હવાતિયાં મારતી આપણી યુનિવર્સિટીઓની બેધપાષા તે માતૃભાષા જ હોઈ શકે એવો વિદ્યામંત્ર આપીને તેનું પ્રતિકર પ્રદર્શન સૌપ્રથમ ગુજરાત યુનિવમાં કરાવવાનું માન શ્રી. મગનભાઈ દેસાઈને ફાળે જાય છે. એક પણ ગુજરાતી પોતાની માતૃભાષા ભૂલે, તેની અવગણના કરે, કે તેનાથી શરમાય, એમ મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ ઇચ્છતા ન હતા.”
- બિહારીલાલ પોપટલાલ શાહ
સાચા બોલા અને આખા બોલા મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલની રાષ્ટ્રીય શિક્ષણની અને સાહિત્ય-સર્જનની ગૂજરાત વિદ્યાપીઠની કામગીરી ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ બંને પુરુષ સત્તા અને સંપત્તિથી સે જોજન દૂર રહ્યા હતા. તેઓ રાષ્ટ્રીય શિક્ષણના ફકીર હતા. તેઓ બંને સાચા બેલા અને આખા બોલા હતા.”
-દિનશા પટેલ મારા મોટા ભાઈ "શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ મારા મોટા ભાઈ હતા. ખાવાધાતી શારીરિક તકલીફમાં પણ તેમના અમર લખાણમાં આપણા આત્માને ઉનન અને સુવિશાળ કરવાની પ્રચંડ શક્તિ હતી.”
- ડૉ. ઠાકોરભાઈ પટેલ
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org