________________
ગાંધીજીના સિપાઈઓ “શ્રી. મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ ગાંધીજીના સાચા સિપાઈએ, ઉત્તમ સાહિત્યસેવકો, લોકશિક્ષણના આજીવન ભેખધારીઓ અને નિડર પત્રકારો હતા. ગોપાળદાસ મગનભાઈ દેસાઈના અનન્ય ભક્ત પણ હતા. ભાવિ પેઢીઓ માટે તેમણે વિશ્વ-સાહિત્ય અને ધર્મ-સાહિત્યનો જે ધોધ વહેવડાવ્યો છે, તેને ગુજરાતી વાચકે પૂરો લાભ ઉઠાવવો જોઈએ. મારા તેમને અંતરનાં કોટી કોટી વંદન!”
- ડૉ. વિહારી ગેપાળદાસ પટેલ
અમારા શિરછત્ર “અતિ લાંબી માંદગીમાં પણ મારા સસરા ‘કાકા’એ (શ્રી. ગેપાળદાસ પટેલ) ભારે હિમત, પૈય, વાત્સલ્ય અને પ્રેમશૌર્યથી માનવજાતને મૂલ્યવાન વારસો રાષ્ટ્રને ભેટ આપ્યો છે, તેને આનંદ અને ગૌરવ અમારું કુટુંબ અનુભવે છે. આવા બહાદુર અને સેવાભાવી વડીલ પ્રાપ્ત થવા એ અમારું અહોભાગ્ય છે. ‘કાકા’ અમારા આખા પરિવારના શિરછત્ર હતા. ‘કાકા’ જેની હિમાયત કરતા હતા તેવી લોકશિક્ષણની રચનાત્મક પ્રવૃત્તિઓ – ખાસ કરીને તેમનું મૃતિ ગ્રંથાલય અને સાહિત્ય સર્જન વધુમાં વધુ લોકપ્રિય થાય એ જ શુભેચ્છા.”
- યોગીનીબહેન પટેલ
ઉમદા સાહિત્ય સેવા શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી ૫૦ ૦. પટેલની સાહિત્ય-સેવાની સુંદર અને ઉમદા કામગીરી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સોનેરી અક્ષરે નેધાશે. ગુજરાત સદાકાળ તેમનું ઋણી રહેશે. આ ત્રિપુટીને મારા હૃદયનાં વંદન. તેમને અને તેમની પ્રકાશક સંસ્થાને અભિનંદન. પ્રકાશનની આ ઉમદા પ્રવૃત્તિ સતત ચાલવી જોઈએ.”
- ડૉ. એમ. એમ, ભમગરા,
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org