________________
સવ નરસિહભાઈ ઈશ્વરભાઈ પટેલ
૧૪ સેવા-સ્મારક ગણાય. તેને બરોબર સંભાળી લઈને આપણે એ સદગત સેવકમિત્રને કૃતજલિ આપીએ. મારી ષષ્ટિપૂર્તિ ઊજવવા નીકળેલા મિત્રને આમ નિવાપાંજલિ આપવાની મારે ભાગે હશે. એ ભગવાનની કેવી અકળ કળા! જીવનમરણની આવી લીલા સામે ફરિયાદ કરવાનેય શો અર્થ? જેવી તેની ઈચ્છા. તે રાખે તેમ રહીએ. એ જ! ૮-૫-૫૯ “નિવાપાંજલિ'માંથી]
મગનભાઈ દેસાઈ
સ્વ. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ખેડા જિલ્લામાં સૌ તેમને નરસિહકાકા કહેતા. તે વયોવૃદ્ધ વિદ્વાન અને સ્વાતંત્ર્યપ્રેમી સમાજસુધારક ૭૧ વર્ષની વયે (તા. ૨૭–૧૦-૪૫) ગુજરી ગયાના ખબર સૌએ જાણ્યા હશે. આમેય દમના વ્યાધિથી તે વરસેથી પીડાતા હતા. એ શારીરિક રોગ ઉપર તેમનાં પત્નીના શેડાં વર્ષ ઉપર થયેલા મરણથી તેમને જે માનસિક ઘા થયેલ, તેણે તેમની નાજુક તબિયત સમૂળી ભાંગી નાંખી હતી.
“ઈશ્વરનો ઇન્કાર' માનનારા એમના વિજ્ઞાનવાદી માનસ પર પણ આ બનાવે એક કાંતિ જ આણી દીધી હતી : આત્મામાં ઊંડેથી તેમને પ્રશ્ન ઊઠ્યો કે આ શું? પરંતુ, એ ભારે આધ્યાત્મિક ક્રાંતિ જીરવી શકે એવું એમનું શરીર ત્યારે નહેતું પાછલી વયને આ ઘા તેમને પક્ષઘાત જેવું કરી ગયો, ને તેમાંથી ધીમે ધીમે જીવનજ્યોત લવાઈ ગઈ.
- સ્વ૦ મોતીભાઈ અમીન અને સરદાર વલ્લભભાઈના એ સહાધ્યાયી હતા. ત્રણે ચારેતરનું પાણી પીને ઊછરેલા સેવકો. ત્રણેના રાહ જુદા; પણ ટાણે પોતપોતાના રાહમાં એક્કા. નરસિહકાકા બંગભંગના જમાનાના "વનસ્પતિની દવાઓ વાળા તેણે એમને આફ્રિકા દેખાડયું. તે જર્મન પૂર્વ આફ્રિકામાં ગયા ને પહેલા યુપીય યુદ્ધ વખતે ત્યાં હતા. તેથી તેમને જર્મન ભાષા આવડતી હતી, પરિણામે શીલરનું “વિહેમ ટેલ”નું ગુજરાતી ભાષાંતર આપણને મળ્યું છે.
એ યુગ એમની પેઢીમાં તે દબાઈ ગયો. પરંતુ તેમની ત્રીજી પેઢીમાં તેમણે એ સાક્ષાનું પાછો જોયો. મને લાગે છે કે, તે વસ્તુ આપણા દેશને આગળ વધારનાર નથી એમ અનુભવે જોઈ સમજીને એ ગયા.
દીનબંધુ ઍન્ડ્રગના તે મિત્ર હતા. તેમને પ્રેર્યા એ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે શાંતિનિકેતનમાં (૧૯૨૦-૧ને અર) ગયા. ત્યાંથી આવી તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org