SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક જાઉં, તે પણ તરત ભાગી નીકળ. શ્રી. ડાહીબહેને મને એવું કદી લાગવા દીધું નથી કે એમનું ઘર મારું નથી. ખૂબીની વાત તો એ હતી કે, એમને પહેલેથી મારા આવવાની ખબર આપી હોય, એવું મને યાદ જ નથી આવતું. શ્રી. મગનભાઈના અને મારા વિચાર બિલકુલ મળતા આવતા હતા. જ્યારે અમે કોઈ બાબતની ચર્ચા-વિચારણા કરવા લાગતા, ત્યારે એવું લાગતું કે જે વિચાર એમના છે તે જ વિચાર જાણે મારા મનમાં પણ પહેલેથી હતા. એમને પણ એમ જ લાગતું કે જાણે અમે લગેટિયા મિત્રો જ હેઈએ. જોકે, તે મેટા વિદ્વાન હતા અને મારાથી પણ ઘણા વધારે બાપુજીના સંપર્કમાં આવ્યા હતા; તે જૂના આશ્રમવાસી હતા તથા અનુભવે ઘડાયેલા માણસ હતા. ત્યારે હું તે અભણ માણસ હતો, અને અનુભવની બાબતમાં તે એમની સાથે મારી સરખામણી કરવાનો સવાલ જ ન હતું. તે પણ અમે ચર્ચા વખતે એટલા એકરૂપ થઈ જતા કે કોણ નાને ને કોણ મોટો, એને ખ્યાલ જ અમને રહેતો નહીં. અમારી વાતચીત બીજું કંઈ સાંભળતું હોય, તો એને પણ એવો જ ગોટાળો થાય. એ મગનભાઈના પ્રેમી સ્વભાવનો અને એમની સમદષ્ટિનો જ પ્રતાપ હતે. મગનભાઈએ અનેક પુસ્તકો લખ્યાં છે. બાપુજી પણ એમની બુદ્ધિને પ્રમાણતા. તે પક્કા આશ્રમવાસી તો હતા જ. વળી તે ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય બન્યા, મહિલાશ્રમના આચાર્ય બન્યા, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ બન્યા. આશ્રમમાં પણ એમણે શિક્ષકનું જ કામ કર્યું હતું. ૫૦ કિશોરલાલભાઈ પછી “હરિજન” પત્રોનું સંપાદન પણ તેમણે કર્યું. પછીથી સત્યાગ્રહ’ નામનું સાપ્તાહિક ચલાવ્યું. એ બધાં કામોમાં એમની પ્રખર બુદ્ધિમત્તા ઘૂઘવતી જવાળાની પેઠે ચમકી ઊઠી હતી. પરંતુ સૌથી મહત્વની વાત એમના જીવનની હતી – એમની આધ્યાત્મિક સાધનાની. પંડિત સુખલાલજીએ કહેલી વાત હું કદી ભૂલી શકતો નથી. ૧૯૩૮ની હરિપુરા કોંગ્રેસ વખતે એમણે કાશી વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરનો પરિચય કરાવતાં મને કહ્યું હતું : “જુઓ બલવંતસિંહજી, આમનો પરિચય જો હું એમ કહીને કરાવું કે એ આટલા મોટા વિદ્વાન છે, એમની પાસે આટઆટલી ડિગ્રી છે, એમની પાસે આટલા પૈસા કે બીજું કોઈ બાહ્ય સાધન છે, તો એ બધું તે એક ગુંડા પાસે પણ હોઈ શકે. એમને ખરો પરિચય એટલો જ છે કે, એ એક સજજન પુરુષ છે અને મારા મિત્ર છે. કાશી વિશ્વયિદ્યાલવમાં ભણાવવાનું કામ કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy