________________
પડીચેરીના ગીરાજ તે વૈયક્તિક અને સામાજિક આત્મશુદ્ધિના યજ્ઞરૂપ બની; જેની સિદ્ધિરૂપે વરાજ મળ્યું. શ્રી. વલભભાઈ આ યજ્ઞના મહાન અધ્વર્યુ બન્યા, શ્રી અરવિંદ શરૂમાં બંગભંગના જમાનાના હિંસાવાદના એક તત્વનિષ્ઠ નેતા બન્યા; જહાલ પક્ષને તેના કામ માટે તેમણે અધ્યાત્મ અને નીતિની ભૂમિકા આપી; અને તેને સફળ કરવા માટે શાંત અધ્યાપનકાર્ય છોડી તે કાળના સ્વાતંત્રયયુદ્ધમાં કુદી પડયા; અનેક નવજવાનોને પ્રેરે એવા ભાવમય કારણો હિંદના અધ્યાત્મ-શાસ્ત્રમાંથી યોજી આપ્યાં..
આમ એ યુગના રાષ્ટ્રકાર્યની ભાવનાસૃષ્ટિ પ્રેરનાર મહાતકોમાં એક શ્રી અરવિંદ હતા. તેની ભૂમિકા હિંદુ તત્વ-વિચાર અને પરંપરાથી વિશેષ રંગાયેલી હતી, એ સ્વાભાવિક હતું. આજે ગાંધીજીની આગેવાની તળે આવેલા અને પચાસેક ઉપરની ઉંમરના કેટલાય સેવકોએ શ્રી અરવિંદ ઘષની આ ભાવસૃષ્ટિ અ૫નાવી હતી, કે જેને કાંઈક પુનર્ભાવ ઈ. સ. ૧૯૪૨-૪૫ના યુગમાં કેટલાકની વિચારણામાંથી બહાર આવેલો જોવા મળે હતો. હિંદ આજે શ્રી અરવિંદને યાદ કરે છે તેના મૂળમાં, આ સદીના પ્રથમ દસકાનું તેમનું એક કાવ્યરૂપ બની ગયેલું આ કાર્ય છે. * શ્રી અરવિંદની પ્રતિભાની આ એક બાજુ થઈ. તેની બીજી બાજુ તેમનું આંતર જીવન, કે જે એમને યોગસાધના તરફ લઈ જતું હતું. આનાં બીજ પણ તેઓ વડોદરા કૉલેજમાં અધ્યાપક હતા ત્યારનાં વવાયેલાં હતાં. શ્રી. લેલે કરીને એક યોગાભ્યાસીનો સંસર્ગ એમને ત્યાં જ થયેલે; અને તેમાંથી એમના ચિત્તામાં યોગાભ્યાસમાં પડવાની વૃત્તિ પણ નિર્માણ થયેલી. પરંતુ હાલ રાષ્ટ્રવાદનું પહેલું કામ અને એકાંત તથા “અતિવંતઢિ ” ચાહતું આ બીજું કામ – એ બે વચ્ચે મેળ શોધવે કે તેમાં વિસંવાદ છે એમ માની બેમાંથી એકને વરવું, એ પ્રસંગ એમને માટે આવ્યું. ઈ. સ. ૧૦૮ની પ્રવૃત્તિઓને કારણે એમને રાજદ્રોહના આરોપથી પકડવામાં આવ્યા.
સ્વ. શ્રી. ચિત્તરંજન દાસ જેવા સમર્થ દેશભક્ત વકીલે એમને બચાવવાનું બીડું ઝડપ્યું, અને તેમાં તે સફળ થયા. શ્રી અરવિંદના આ કાળનાં મનોમંથનેમાંથી એવું નીતર્યું કે, તેથી રાષ્ટ્રવાદના કાસની પ્રવૃત્તિા છોડીને તે રદ્રનગર ચાલ્યા ગયા અને ત્યાંથી પાંડીચેરી પહોંચ્યા, ને ત્યાં ગાભ્યાસમાં એકરત થઈ છેવટ સુધી રહ્યા.
૧૯૨૦૦૧ના યુગમાં અને ત્યાર બાદ વચ્ચે અમુક વખત, અને બાદ હમણાં સ્વરાજ આવવાનું થયુંઅરે, એવી વાત સંભળાતી કે, શ્રી અરવિંદ એ - ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org