________________
એક ઝલક આવા પુરુ પાછળ રહેનારા લોકો તેમના આધારે સંપ્રદાય રચે એ એક આપણી જૂની ટેવ છે. આજનો જમાનો એ જાતની ભક્તિને પિષવા જેવો નથી. શ્રી મહર્ષિના શિષ્યોએ આ સંભાળવું જોઈએ. ૨૦-૪–૧૦ (દૈનિવાપાંજલિ”માંથી)
પાંડીચેરીના ગીરાજ
શ્રી અરવિંદ ઘોષ વિષે એક છાપાવાળાએ સાચું લખ્યું છે કે, એમના દેહાતની વાત માટે લોકની માનસિક તૈયારી નહતી. સામાન્ય કારણ તે ઉઘાડું છે: અગાઉથી એમના માંદાસાજાની કશી ખબર જ નહોતી. પરંતુ એક બીજું કારણ પણ લાગે છે.
શ્રી અરવિંદનું જીવન અને તેને પ્રવાહ વરસોથી એવો ચાલતો હતે કે, આવી ખબરની મનમાં અપેક્ષા ન ઊગે. અવારનવાર દર્શનના ખબર છાપાંમાંથી મળે છેહલાં કેટલાંક વરસેથી તે ઉપરાંત કેઈ કોઈ વાર અમુક અમુક બાબતો પર એમને અભિપ્રાય આવી જતો.
પરંતુ તેમાંથીય લોકને એવી આશા ન બંધાતી કે, શ્રી અરવિંદ પાસેથી મહત્ત્વની બાબત પર હવે કાંઈક તેમનું મન જાણવા મળી શકશે. મતલબ કે, તેઓ આ સૈકાની પહેલી વીશીમાં પાંડીચેરીમાં જઈ નિવૃત્તિમાં ડૂબી ગયા, ત્યાર પછી તેમને વિષે કાંઈક ગૂઢવાદી કે અગમનિગમની વાતોની અપેક્ષા ૨ખાતી; અને આવા અનુબંધમાં મરણ કરતાં ચમત્કાર તરફની આપણા લોકો વધારે આશા રાખે છે. છેલ્લે તેઓ ગુજરી ગયા ત્યારે, “દેહ પ્રકાશ મારે છે, હજી તેમાં વિકાર નથી થતો, વગેરે વાત આવી, તેથી કેટલાક તે એવીય ભ્રમણા સેવવા લાગ્યા કે, તે કદાચ સમાધિમાં તો ન હોય? બે દિવસ પછી ત્રીજે દિવસે દેહને ભૂમિદાહ કર્યો ત્યારે આ ગૂઢવાદ જન્ય વહેમ ટળો.
શ્રી અરવિંદ હિંદની ૧૯મા સૈકાની મહાન વિભૂતિઓમાંના એક હતા. આ મહા-પેઢીના બુજર એકે એકે વિદાય લેવા લાગ્યા છે. ગયે મહિને તેવા બે બજરગો એક પછી એક ગયા – શ્રી અરવિંદ અને શ્રી. વલ્લભભાઈ પટેલ. સહેજે બંને વિષે ભેગે ખ્યાલ જાય છે. બેઉની મૂળ ઊર્મિ ઉત્કટ રાષ્ટ્રપ્રેમ અને તેને માટે મરી ફીટવાની તમન્ના ભરેલી હતી. પરંતુ એકે તેમાંથી યોગને એકાંત ને નિવૃત્તિ લીધાં; બીજાએ એકનિષ્ઠ પ્રવૃત્તિ લીધી. આ પ્રવૃત્તિ, ગાંધીજી જેવા પૂર્ણયોગીની આગેવાની તળે, એક આધ્યાત્મિક ચીજ બની;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org