________________
શ્રી રમણ મહર્ષિ
૧૫૯ ભગવાન લઈ કેમ નથી લેત!” એમને જોઈને મને કવિની પેલી કડીઓ યાદ આવતી – તે ચરિતાર્થ થતી જોવા મળતી :
મરણ ગમે તે ભરે મૂઠી,
દિલની દુગ્ધા વામે જેને ...” મણિભાઈ શૂર પુરુષ હતા; દેશભક્ત હતા; અને ઊંડે ઊંડે તે આ દ્વારા પ્રભુભક્તિને રસ માણતા હતા. તેથી જ તે જીવનભર કૂડકપટ અને કાયરતા સામે ઝૂઝતા રહ્યા. અને તેમાંથી જ રંગ અને મરણને પણ ન ગાંઠવા જેવું મનોબળ તેમને સાંપડયું. પ્રભુ તેમને શાંતિ અર્પે, અને એમના પરિવારને આ દુઃખ સહેવા દઈ આપે. ૨૫-૪-૬૪ (“સત્યાગ્રહમાંથી સાભાર)
મગનભાઈ દેસાઈ
શ્રી રમણ મહર્ષિ
આજના નાસ્તિક અને વિજ્ઞાનના યુગમાં પણ હિંદની ધાર્મિક અને આધ્યાત્મિક વિશેષતાને આખા જગતને પરચો આપી શકે, એવી આજની ત્રણ વિભૂતિઓ એક પાશ્ચાત્ય જ ગણાવી હતી: ૧. શ્રી. અરવિંદ ઘોષ, ૨. શ્રી. રમણ મહર્ષિ, ને ૩. શ્રી. ગાંધીજી.
તેમાંથી ગાંધીજી પછી હવે એક બીજી વિભૂતિ નિર્વાણ પામે છે. એવાના જવાને શોક કરવો શેભે નહિ. જોકે બુદ્ધના શિષ્યો પેઠે, શ્રી રમણ મહરિને પાર્થિવ દેહ જવાથી, તેમના શિષ્યો પણ દુ:ખ તે કરતા હશે.
શ્રી રમણ મહર્ષિ એક સાદા માણસ હતા; આજની ભણતરની કલ્પનાને હિસાબે ભાગ્યે જ તેમને ભણેલા પણ કહેવાય. પરંતુ ધર્મ અને અધ્યાત્મ-જીવન ભણતરનો વિષય નથી. નાની વયે તે સાધના કેડે નીકળી પડયા હતા અને ઉત્કટ પ્રેમભક્તિથી તેમણે શાંતિ અને સ્વરૂપસ્થતા મેળવ્યાં હતા, એમ એમના અનેક દર્શનાર્થીઓ અને ભક્તો પર છાપ પડી છે.
દક્ષિણમાં આશ્રમ સ્થાપી ત્યાં તે સ્થિર રૂપે રહેતા. તે બહુ પ્રવાસયાત્રા કરતા હોય એમ લાગ્યું નથી આશ્રમમાં જઈ હરકોઈ એમનાં દર્શન કરી શકતા હતા. સૌ સાથે તે વાત કરતા અને બધા જોડે એક પંગતે જમતા. ગો-સેવા એમને એક શોખ હતો એમ સાંભળ્યું છે. સાદુ નામ સમરણ અને પ્રભુભજન એ સંતોને લાધેલો સાદો આમ-માર્ગ તે ઉપદેશતા હતા. તેઓ ભજને, તે પણ રચતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org