SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ એક ઝલક અને ત્યાંનું સરંજામ ખાતું સંભાળ્યું. તેમાંથી ફારેગ થયા પછી તેમણે પ્રકાશનપ્રવૃત્તિ તરફ ધ્યાન આપ્યું. તે વાચનના ભારે શોખીન હતા. એમના “વ્યસને” જ તે બે – ૧. વાચન, ૨. કાંતણ. નિવૃત્તિના કલાકે આ બે વડે તે ભરી કાઢતા. બાકી અમ જેવા મિત્રોને મળવું, એ એમને ત્રીજે નિવૃત્તિવ્યવસાય. ૧૯૬૦માં વિદ્યાપીઠના કામમાંથી હું છૂટે થયો. “સત્યાગ્રહ’ પત્ર શરૂ કર્યું. તેની સાથે મારા કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રોને મળીને પરિવાર પ્રકાશન નામે સહકારી પ્રવૃત્તિ ઉપાડી. તે અંગે પ્રેસ ઇ૦ માટે એક કલિની બાંધવાની યોજના કરવા સુધી એમણે હામ ભીડી, આ બધાની આગેવાની મણિભાઈએ લીધી. તે પરિવાર પ્રકાશન મંદિરના સ્થાપક અને ઉપ-પ્રમુખ થયા. એનું કામ બેત્રણ વરસમાં જે ઝપાટો મારી શકર્યું. એનું શ્રેય મણિભાઈ જેવા કુશળ વહીવટી અને કાબેલ નાણાશાસ્ત્રીને આભારી છે. આ કામમાં એમનો પ્રેમ સ્વરાજની સેવા દૃષ્ટિને લઈને હતે. હિંદ સ્વરાજ સરખું ચાલે, એમાં એ ઊંડો અને ઉગ્ર રસ ધરાવતા. તે જહાલ કોંગ્રેસી હતા. ગાંધીજી અને સરદારની નીતિરીતિમાં અજોડ શ્રદ્ધાવાન હતા. એમણે શીખવેલું રાજકારણ અને રચનાકાર્ય આજે ચૂંથાતાં જાય છે, એ એમની એક મોટી ફરિયાદ હતી. એમાં પિતાથી બને તેટલું કરી છૂટવું, એ એમને ઊંડું સાંત્વન આશ્વાસન દેનારું કારણ બનતું. આને માટે તે પોતાથી બનતી મદદ કરતા એ તો ઠીક; પરંતુ તે અર્થે સતત સમય અને શ્રમ આપતા, – જાણે એ પોતાનું જ કામ હોય એમ! આ કામ કરનારા સૌ સેવકો પર એમને આત્મીય ભાવ અને હેત ભારે હતાં. કૅન્સરથી પથારીવશ થયા, ત્યારથી એમને આ સેવકોને સમાગમ અવશે રોકાયો. એટલે અમે કેટલાક નિયમિત એમને મળવા જતા. કેન્સર જેવા વસમા અને જીવલેણ દરદને સહેતા જ નહિ, તેની સામે ઝૂઝતા અને તેની પીડાને ન ગાંઠતા મણિભાઈનું દશ્ય ભવ્ય હતું. એમના દાક્તરે પણ કહેતા, “આ માણસનું માનસિક બળ – મરણભય સામે થતા રહેવાની મનની વૃતિ અમારા ઇલાજમાં એવી મદદરૂપ થાય છે કે, એ આટલું લાંબું ટકે છે, એ તેથી જ સંભવે છે.” છેલ્લે છેલ્લે તે એવી અપાર અશક્ત આવી હતી કે, હાથ હલાવતાંય શ્રમ પડે. આમ છતાં, તે ખુશ રહેતા અને દેશ તથા ગુજરાતમાં બનતા છેલલામાં છેલ્લા બનાવે વિધેય જાગૃત ચર્ચા કરતા. પછી તો તેમને આશ્ચર્ય થતું કે, “હવે મારે કાંઈ કરવાની કે કશી ઇચ્છા નથી, શરીર પણ લાકડું થઈ ગયું છે, છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy