________________
એક ઝલક પાછા કર્મભૂમિ પર ઊતરી આવે એમ બને. પરંતુ એ કેવળ લોકોની અપેક્ષા કે આશા જ બતાવનારી વાત કરી. તેઓ પાંડીચેરી જ રહ્યા, અને તેમણે ઈ. સ. ૧૯૨૬ પછી તે દર્શનના અમુક દિવસ બાદ કરતા કોઈને મળવાનું પણ બંધ કર્યું. આ મંથનકાળમાં એમનાં ધર્મપત્ની મૃણાલિની દેવીને લખેલા પત્રો જોતાં જણાય છે કે, ગીતાકાર જેને ધ્યાનયોગ કે જ્ઞાનની ઉપાસનાને યોગ* કહે છે, તે તરફ એ વળ્યા હતા. તે મહા વિદ્વાન અને સુરમવિચારક તત્વજ્ઞાનીનું વલણ એ બાજુનું થાય, એ સહેજે સમજી શકાય એવું છે. મહત્વની વસ્તુ એ છે કે, તે ક્ષેત્રને તેમણે શોભાવ્યું અને એમની પ્રતિભા તેમાં પણ સોળે કળાએ પ્રગટી.
આ જ પ્રકારને પ્રશ્ન જીવનમાં ટિળક તથા ગાંધીજીને માટે પણ હતો. અને પુરુષની ઊમિ પણ મોક્ષ- અને ધર્મ-સાધનાની સાથે રાષ્ટ્રસેવા અને સ્વાતંત્રયની હતી. શ્રી. ટિળકે તે શ્રી અરવિંદના યુગમાં સાથે જ કામ કર્યું. ગાંધીજી તે વખતે આફ્રિકામાં કામ કરતા હતા. બંને સામે જેલયાત્રા અને પ્રવૃત્તિમય જીવનની કઠોર તપસ્યા આવ્યાં. તેમણે તેને પોતાની સાધનાના અંગમાં ગણી લઈ મેળ સાધ્યો. આ મેળાનું સ્પષ્ટ ચિત્ર આપણને ગાંધીજીની જીવનયાત્રામાં મળે છે. એમને વિવિક્તદેશ કે એકાંત – એમને “હિમાલય' લોકોમાં અને તેમની વચ્ચે રહી એકાગ્ર બની “કરવું કે મરવું’ એ રાહે ગોઠવાયો. પ્રવૃત્તિમાં નિવૃત્તિ એમણે જોઈ, અને એમ કરીને દેશમાં એક મહા મોટી વ્યાપક આત્મશુદ્ધિની સાધના આદરી. આવો કર્મવેગ શ્રી અરવિંદે છોડ્યો. તે નિવૃત્તિપરાયણ સાધનાને પંથે પળ્યા. તેમાં એમને અનેક અનુયાયી મળ્યા ને તેમાંથી એમની આશ્રમ-સંસ્થા ફૂલીફાલી. અને એની આસપાસ એક અમુક અધ્યાત્મદષ્ટિની ફિલસૂફી પણ ઊભી થઈ.
આ ફિલસૂફી તેમણે ‘આ’ પત્ર દ્વારા જગતને આપી. તેમાં એમણે જે લેખમાળા લખી, તે પછીથી ગ્રંથ રૂપે બહાર પડી છે. એ એમની
* જુઓ :
विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि । अध्यात्मज्ञाननित्यत्वम्, तत्त्वज्ञानार्थदर्शनम् ॥
ગીતા , ૧૦-૧૧ વિવિજેવી શ્રધ્વારા ..... ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥
ગીતા, ૨૮, પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org