________________
ર
એક ઝલક ૧૯૩૨ ૩ સાબરમતી નદીના ભારે પૂરથી દૂધેશ્વરના કારખાના અને
મકાનને ભારે નુકસાન. ૧૯૩૨-૩૩ : ઉસ્માનપુરા પાસે ચાંપાનેર સોસાયટીમાં મકાન ભાડે રાખી
રહેવા જવું. (૧૯૭૪ સુધી ત્યાં રહેવું) ૧૯૩૩ : સ્વામી ગુરુ હજુરાનંદજી પાસે મનેમન દીક્ષા લીધા પછી
ચાંપાનેરના ઘરમાં “ ગ્રંથસાહેબ”ની પધરામણી કરવી. આ
પ્રસંગે સ્વામી ગુરુ હજુરાનંદની ઘેર પધરામણી થવી. ૧૯૩૫ : જૈન સાહિત્ય પ્રકાશનના મંડળના મંત્રી (૧૯૩૯ સુધી).
પત્ની કમળાબહેન પટેલનું “કિવટ ઇંડિયા ” ચળવળમાં
પકડાઈ થાણે જેલમાં જવું. ગંગાબહેન ઝવેરીને સંગ થવો. ૧૯૩૭ ! શ્રી. મગનભાઈ દેસાઈનું ગૂજરાત વિદ્યાપીઠમાં મહામાત્ર
તરીકે વહીવટમાં આવવું અને સાથી સેવક તરીકેની શરૂઆત. ૧૯૩૯ : પુત્ર વિહારીદાસને જન્મ તા. ૬-૯-૧૯૩૯. ૧૯૩૯ : વિદ્યાપીઠના મુખપત્ર – “શિક્ષણ અને સાહિત્યમાં શ્રી.
મગનભાઈ સાથે સંપાદક મંડળમાં જોડાવું. ૧૯૪૨ : પિતાશ્રી જીવાભાઈ રેવાભાઈ દ્વારા દાદા “શ્રી રેવાભાઈ
ધર્મગ્રંથમાળા” માટે રૂ. ૬૦૦૧)નું પ્રકાશન માટે દાન. ૧૯૪૭ : મગનભાઈ દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં આઝાદી પછી
ગાંધીજીના આશીર્વાદથી આચાર્ય બન્યા. તે વખતે નીમાયેલા નવા ટ્રસ્ટી મંડળમાં શ્રી ગોપાળદાસ પટેલની આજીવન
ટ્રસ્ટી, ગ્રંથાલય મંત્રી અને ખજાનચી તરીકે પસંદગી. ૧૯૫૯ : મગનભાઈ દેસાઈ અભિનંદન ગ્રંથનું સંપાદન કાર્ય. ૧૯૬૨-૬૩ - ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી. મગન ભાઈ દેસાઈને વહીવટી
અન્યાય થતાં તેમના સમર્થનમાં રાજીનામું આપ્યું. ૧૯૬૨-૬૩ : પરિવાર પ્રકાશન સંસ્થાનું સંચાલન. લેખન કાર્ય ચાલુ કર્યું.
સત્યાગ્રહ’ પત્રાના વ્યવસ્થાપક. ૧૯૬૯ : શ્રી. મગનભાઈ દેસાઈના અવસાન નિમિત્તે આક્રોશભર્યો
૮-૨–૧૯૯૯નો ટંકારવમાં લેખ લખી વિદ્યાપીઠ સ્થિતિને પર્દાફાશ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org