________________
૩૫૧
બાબા મસૂકદાસની વાણી
જે તો દેખે આતમા તે તો સાલિગરામ, બોલનહારા પૂજિયે પથ્થર સે ક્યા કામ.
હું હાથમાં માળા પણ પકડતો નથી કે માળા ફેરવીને – ભગવાનના નામનો જપ પણ કરતો નથી. મારી જીભ પણ રામનું નામ રટતી નથી. હવે તો ભગવાન જ મારું સ્મરણ કરે છે; હું તો વિશ્રામ – આરામ કરું છું.”
જ્યાં દેખું ત્યાં – જીવમાત્ર ઉપર નજર નાખું ત્યાં બસ પરમાત્માનાં જ દર્શન થાય છે. જીવમાત્રમાં પરમાત્માનાં જ દર્શન થાય છે.
બોલનારા એવા સદ્ગુરુ જે ઈશ્વરરૂપ બની ગયા છે તેમને જ પૂજવા. પથ્થરની મૂર્તિ (શાલીગ્રામ) આપણને શો માર્ગ બતાવવાની છે?
હદ કરી નાંખી આ પદમાં તો મલૂકદાસે. પરમાત્મા સાથે એકરૂપ થયેલા મુક્ત પુરુષની સ્થિતિનું આ વર્ણન છે. શિવોSહમ્ કે – સોહમ્ કહેનારની મન: સ્થિતિ કેવી હોય? બસ તુહી. તુહી તુહી.
મલૂક એક મહાકવિ છે. માત્ર કવિ નહીં. પરંતુ એક દષ્ટા, એક ત્રાષિ પણ છે. મહાકવિ એ અર્થમાં કે એનું દર્શન સાક્ષાત્કાર વેળા ગાજતા અનાહત નાદનું છે.
મલૂકદાસમાં તાજા પાણીના ઝરણાની ગતિ છે. ઝરણાં કાંઈ રેલવેના પાટા ઉપર જતી ગાડીના નિશ્ચિત માર્ગે જ થોડાં જતાં હોય છે?
કબીર કહે છે. “પીછે પીછે હરિ ફિર” મારી પાછળ પાછળ હરિ ભમે છે.
મલ્ક કહે છે, “સુમિરન મેરા હરિ કરે મેં પાયા બિસરામ.”
આવું કોણ કહી શકે? કબીર દિવાના કે મલૂક જેવા પાગલ કે મીરા જેવી બાવરી કે મનસૂર મતાના જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org