________________
એક ઝલક અંદર વિકસ્યું છે, ખીલ્યું છે તે પુસ્તક આકારે શબ્દ બની પ્રગટીકરણ પામ્યું છે. લખાણ આંતર અવસ્થાને અરીસે .
શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં પાછલી વયે ટી.બી., ઢીંચણનું ઑપરેશન, પત્નીનું ટૂંકી માંદગીમાં અવસાન, પિતા-ગુરુ-સખા શ્રી, મગનભાઈ દેસાઈનું એકાએક અવસાન વગેરે ઉપરાઉપરી આઘાતથી શરીર નબળું પડતું ગયું અને કોઈ દવાના રિએકશનથી એકાએક પક્ષાઘાતના હુમલાને ભોગ બની ગયા. અને વાનપ્રસ્થાશ્રમમાં સહરાનું રણ સાંપ્રત થવા જેવી અતિ વિકટ જીવનયાત્રાની સ્થિતિ થઈ ગઈ. પંગુ અને ક્ષીણ દેહને સાથે લઈને પથારીવશ સૂતાં સૂતાં તેમણે ખ્યાતનામ અંગ્રેજી નવલકથાઓને માતૃભાષામાં અનુવાદ કરી રસાસ્વાદ કરાવ્યો, ‘સરસ્વતીચંદ્રને સંક્ષેપ, શીખ ગુરુઓની વાણીમાંથી ત્રણ ગ્રંથો દ્વારા ભક્તિરૂપી નામામૃત જ લોકભાગ્ય કરાવવાનું ભગીરથ કાર્ય અતર આત્મિક બળ, દઢ મનોબળ, ભગીરથ પુરુષાર્થ અને સતગુરુની દયા વિના ભાગ્યે જ સંભવે – કોઈ સમર્થ સાહિત્યકારને પણ દુર્લભ છે. આથી વિશેષ તેઓ વાસનાક્ષય, કર્મક્ષય, આંતર વિતરાગ દશા અને હવે ભક્તિભાવ - નામ-સ્મરણનું પ્રાધાન્ય એવા સાધનાયગમાં તેઓ જીવ્યા હતા. તેમણે “જીવતાં જીવ મરવાન” યોગ કર્યો. પોતાના ગુરુના ચરણમાં કૃશ, પંગુ પિંડ સાથે સંઘર્ષ કરીને પોતાના જીવન ધ્યેયને સાર્થક કરી વિપુલ અક્ષરદેહ મૂકી વિદાય થઈ ગયા. આત્માર્થી પૂ૦ કાકાને વંદન! તા. ૨૫-૧૨-૨૦૦૩
ડૉ. અરવિંદ જે. ભટ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org