________________
આત્માર્થી નેપાળદાસ પટેલ
૩૨૯ પોતાનાં સગાંઓને સમૃતિરૂપે આપવાનું પણ ગોઠવી ગયા. જે તેમના જીવનની સાચી સ્મૃતિ મુકતા ગયા છે.
આમ શ્રી. ગોપાળદાસ પટેલની મનસા ગુરુવાણીના રટણ-પઠણ પર અનન્યભાવે દઢ થયેલી રહી છે. આ કંઇ પોપટની જેમ રટવાની વાત નથી. શીખધર્મ અપનાવ્યા પછી ગુરુવાણીને પાઠ-૨ટણ કરવું તે તેમની સાધનાને એક ભાગ – નિત્યક્રમ બન્યો હતે. શરીરે માંદગી અને લકવાને કારણે ક્ષીણ અને પંગુ થયું તે સૂતાં સૂતાં પાઠ ચાલુ રાખ્યો. આ રીતે ગુરુએ – સંતોએ પ્રબોધેલા “નામ”ને પામવાને તેમને સતત પ્રયત્ન રહ્યો છે. આ પ્રયત્નમાંથી તેમણે પોતાને માટે ગુરુવાણી (ગ્રંથસાહેબ)માંથી “જપમાળા” નામનું પુસ્તક ૧૯૯૩માં આવ્યું. જે તેમના નિત્ય પાઠના પદનું સંકલન હતું. શીખ ધર્મમાં તે દર્શાવે છે તેમ “નામ-સ્મરણ'નો અનન્ય મહિમા છે. પરંતુ આ “નામ’ પૂરા ગુરુ પાસેથી મળવું જોઈએ. પૂરા ગુરુ એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ઈશ્વરરૂપ બનેલા ગુરુ. આવા ગુરુને જીવનમાં મેળાપ થયો તે ઈશ્વર કૃપાથી જ શકય બને છે. જીવ જેમ જેમ નામસ્મરણમાં લીન થયે જાય છે તેમ તેમ તેની ઉપરનાં સ્થાનમાં – શરીરમાં ચડાઈ થાય છે. અને ગુરુકૃપાથી અનાહત નાદ સંભળાવા માંડે છે. આ અનાહત નાદ પરમાત્માનું સ્વરૂપ છે, જે સાધકના અંતરમાં પ્રગટતા હોય છે. અને તેથી એ નાદ સંભળાવા લાગતાં જીવ એમાં લીન જ થવા માંડે છે. એ નાદમાં લીન થવું એને જ ઈશ્વર-સાક્ષાત્કાર કહો, મુક્તિ કહે કે મિક્ષ કહે ... એને જ ગુરુઓ * જીવતાં મરવું” પણ કહે છે.”
શ્રી. ગોપાળદાસે આને કેટલે, શો અનુભવ કર્યો ખબર નથી. પરંતુ તેમને જે લાધ્યું તે તેમણે વર્ણવ્યું છે અને તેને પામવા માટે તેઓ મધ્યા છે. તેઓ પોતે નામ-સ્મરણના એક પોતાના અનુભવ વિશે તેઓ નેધ છે,
અલબત્ત ગુરુવાણીને એક ચમત્કાર મારા અનુભવમાં આવ્યો છે, તે જણાવવો જોઈએ. જેમ જેમ તેનું રટણ પઠન વધતું જાય છે, તેમ તેમ અંતર વધુને વધુ શુદ્ધ થતું જઈ ગુરુવાણીનું રહસ્ય વધુને વધુ અવગત થતું જાય છે.” તેમણે પિતાના સ્વામી ગુરુ શ્રી હજુરાનંદજીની નિશ્રામાં પિતાની જાતને સમર્પણ કરી ભક્તિ કાયમ કરી તેને આ પરિપાક છે. તેમણે શીખ ગુરુવાણીના ભક્તામૃતમાં પોતાના જીવનને તરબોળ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાંથી તેમને ભારે આંતર પોષણ મળ્યું છે, આંતર કલેવરને સાગપાંગ ઘડવામાં મળી છે જે તેમના જીવનયોગમાં અભિભૂત થયેલું દેખાય છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org