________________
એક ઝલક
આજે જ્યારે પ્રતિક્રાંતિ જેર કરી રહી છે, ત્યારે શૂરાતન ગુણનું આવું સંકીર્તન ખાસ જરૂરી બને છે. અનુવાદની શૈલી તેજીલી સરળ અને ભાવવાહી છે. સંક્ષેપ એવી કુશળતાથી કરાયા છે કે સ્વતંત્ર કથા વાંચતાં હોઈએ એમ જ લાગે છે. કાંય તોડફોડ કે ખાડા ટેકરા નજરે પડતાં નથી,
૫૦
વીસ વર્ષ બાદ! યાને થ્રી મસ્કેટિયસર
• થ્રી મસ્કેટિયર્સ’—૧ના ઉદ્ઘાટન-સમારંભમાં શ્રી. ઠાકોરભાઈ દેસાઈએ કેટલીક મનનીય વાતા કરેલી તે અત્યારે યાદ આવે છે. તેમણે જણાવ્યું હતું કે, “આજે જે ગંદા સાહિત્યને મોટો ધોધ વહી રહ્યો છે, તેની સામે નિર્દોષ મને રંજનનું સાહિત્ય પીરસવું જોઈએ. પચાસ વર્ષ બાદ ગુજરાતમાં સારું અંગ્રેજી જાણનારા માણસા ગણતર જ હશે. એટલે વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓનાં ભાષાંતર અધિકારી લેખકોને હાથે જેટલાં જલદી અને વધારે કરી લેવાય તેટલું સારું. પરિવાર સંસ્થાના આ સાહસમાં સૌએ ઉત્સાહથી સાથ અને સહકાર આપવા જોઈએ. અનુવાદો પ્રમાણભૂત, સરળ અને રસાળ છે.”
વાચકોને આ વાર્તા પહેલા ભાગ કરતાં પણ રસની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ અને ચડિયાતી લાગશે. પહેલા ભાગમાં તે ચાર બરકંદાજોના જાણે વાચકને આછા પરિચય જ થાય છે; પણ આ બીજા ભાગમાં બરકંદાજેની બધી શક્તિઓને જેબ મળે એવી ભૂમિકા ફ્રાંસમાં તથા ઈંગ્લૅન્ડમાં બરાબર સરજાઈ હેાય છે. એ નિરૂપવામાં મૂળ લેખકે બતાવેલી કમલ-કુશળતા અદ્ભુત છે.
આવી વાર્તાઓ ખરેખર આપણાં મન માટે, સ્વ૦ પંડિત નહેરુના શબ્દોમાં કહીએ તે, “જ્ઞાનની બારી"ન ગરજ સારે છે. વિવિધ ભાષાઓમાં રજૂ થયેલ વસ્તુ આપણી માતૃભાષા દ્વારા જ આપણને હૃદયંગમ થઈ શકે. અંગ્રેજી ભણેલાઓએ તે ભાષાના પરિશીલનમાં જ રહ્યા કરવાને બદલે પેાતાના વાચનના લાભ સ્વભાષાના વાચકોને સુલભ કરવે જોઈએ. પરંતુ આપણા દેશમાં કોઈ વિચિત્ર કારણે એ પ્રક્રિયા શરૂ થતી જ નથી. પરિણામે એમાં મળતાં જ્ઞાન-વિજ્ઞાન જનતા-જનાર્દન સુધી પહોંચતાં થતાં નથી.
એ જ સમારંભમાં પ્રમુખસ્થાનેથી શ્રી, મગનભાઈ દેસાઈએ જણાવેલું “આ અનુવાદ વાંચતાં વિદ્યાપીઠના જોડણી-કોશની નવી આવૃત્તિ માટે
કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org