________________
ઑલિવર ટ્વિસ્ટ
૨૫૧
મને ઢગલાબંધ શબ્દો નવા મળ્યા છે.” અર્થાત્ આવા સફળ અનુવાદોથી ભાષા અને સાહિત્યને પણ લાભ જ થાય છે. વળી આવા વિશ્વ-સાહિત્યના વાચનથી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ભાષામાં કહીએ તો, વાચકની ‘સહ્રદયતા કે ભાવુકતા કે રસજ્ઞતા ઉપર પણ સારી અસર પડે છે.
આ વાર્તાને આવકાર રૂપે ગુજરાતના બુઝર્ગ આગેવાન કાર્યકર શ્રી. કલ્યાણજી વિ૦ મહેતાએ ‘બે બેલ’ લખી આપ્યા છે. તેમાં તેમણે પેાતાની આગવી તળપદી રીતે આ વાર્તાનું પૃથક્કરણ કર્યું છે. તથા સાથે સાથે આપણા દેશના આઝાદી જંગના અણનમ અને શૂરા ત્રણસો ચોવીસ ગાંધીજીના બરકંદાજે'ને ભક્તિભાવે યાદ કર્યા છે.
સત્યાગ્રહ ‘માંથી]
સુબહેન પુ॰ છે॰ પટેલ
4
<
ઑલિવર ટ્વિસ્ટ
[ડિકન્સ કૃત નવલકથા :
“ એક અનાથ બાળકની કહાણી”]
સંપા॰ ગેાપાળદાસ પટેલ
મરહૂમ ટૉલ્સ્ટૉયે જેને શેકસપિયરની પણ ઉપર અને પ્રથમ પંક્તિના વિશ્વસાહિત્યકાર તરીકે બિરદાવ્યા છે, તથા ગાંધીજીએ પણ ૧૯૩૬ના ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં, જેના નામનેા ઉલ્લેખ કરીને, જેની નવલકથાના સરળ સંક્ષેપાની માગણી કરેલી, એવા નામી લેખક ડિકન્સની (ઈ. સ. ૧૮૧૨-૧૮૭૦) મશહૂર નવલકથા ગુજરાતી ભાષા બાલતી પ્રજા સમક્ષ સરસ, સુઘડ અને સચિત્ર રીતે રજૂ કરીને પરિવાર સંસ્થાએ ઉમદા કામગીરી બજાવી છે. ક્રાઉન લગભગ બારસે પાન થાય તેવડી મૂળ વાર્તાને ત્રણસેાએક પાન જેટલી ટૂંકાવીને કરેલા આ સુંદર, સફળ અને લહેજતદાર ગુજરાતી સંક્ષેપ છે. ડિકન્સે વિકટોરિયન યુગની ભૂમિકામાં અનેક જાણીતી ચેટદાર નવલકથાએ લખી છે. આ ‘ઑલિવર ટ્વિસ્ટ’ (‘પિકવિક પેપર્સ ’ને નવલકથા ન ગણીએ તે) તેની નવલકથામાં પ્રથમ અને પ્રથમ કક્ષાની છે. આ વાર્તા ૧૮૩૭માં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ ડિકન્સની જેરદાર કલમમાંથી, ત્રણ દાયકા સુધી, મેાટી મેાટી દોઢેક ડઝન જેટલી નવલકથાઓના એકધારા ધાધ વહ્યા કર્યા છે.
Jain Education International
આ કથાના મુખ્ય સૂર સામાજિક ભંગારનું કારુણ્ય છે. ૧૯મા સૈકાના યુરેપિયન સમાજના ભંગારનું નિરૂપણ આ કથામાં અસરકાર ખૂબીભેર
For Private & Personal Use Only
www.jainelibrary.org