SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ એક એલફ ર છે કે, “પિતા-ગુરુ મગનભાઈ પ્રભુદાસ દેસાઈને જેમણે મારાં તન અને મન નવેસરથી ઘડી આપીને મને જીવનદાન બક્યું.” આ કેવા અને કેટલેા બધા અંતરંગ અનુભૂતિના શ્રાદ્ધા, ભક્તિ અને આદરભાવ છે! તથા તેમના સમગ્ર જીવનમાં કેટલેા બધા ઊંડો પ્રભાવ મૂકયો છે તેના તાગ મેળવવા મુશ્કેલ છે. - મગનભાઈને ગૂજરાત વિદ્યાપીઠમાં વહીવટી બાબતમાં મતભેદ – અન્યાય થતાં મુક્ત થવાનું થયું તથા કોચરબ આશ્રામ પરત્વેની પેાલીસ કારવાઈ, જોડણી કોશના કાર્યના રોયલ્ટીને પ્રશ્ન વગેરે પરત્વે તે વખતે સંસ્થાના વહીવટે જે રીત અપનાવી તેને તેમને ભારે વાઘાત થયા. આ પ્રસંગ ગોપાળદાસ પટેલે મગનભાઈ દેસાઈના પડખે રહી, સાથ આપી સંસ્થાના ટ્રસ્ટીમંડળમાંથી ૧૯૬૨-૬૩માં રાજીનામું આપ્યું હતું. મગનભાઈને હાર્ટએટેક આવ્યો, અને બીજા દિવસે તા. ૧–૨–૧૯૬૯ તેમનું શરીર છૂટી ગયું. આથી ગોપાળદાસ પટેલને ભારે આઘાત લાગ્યો. તેમના આક્રોશ ભભૂકી ઊઠયો – “સત્યાગ્રહ” પત્રમાં ભારે નિડરતાથી એક પત્રકાર તરીકે મગનભાઈ પરત્વેની વિગતાના પર્દાફાસ કર્યો. તા. ૮–૨–૧૯૬૯ના પત્રમાં લખ્યું, “મગનભાઈ ગૂજરાત વિદ્યાપીઠ સંસ્થાને વરેલા હતા. બન્ને વચ્ચે અભેદ્ય એકતા સ્થપાઈ ચૂકી હતી, વિદ્યાપીઠથી મગનભાઈને અલગ થવાનું મૃત્યુ 8 જેવા કારમા ઘાથી થાય છે. મગનભાઈના શબ્દોને ટાંકીને દર્શાવે છે “ દાક્તરો ગમે તે કહે પણ વિદ્યાપીઠમાંથી મારે છૂટા પડવાનું થાય છે તે વસ્તુની વેદના આ છે જ્યારે પડકાર આવ્યા છે તેને રાજીનામા જેવી નેગેટીવ રીતે ઝીલવા પડે છે; તેના આ ઘા છે.” (૧૯૬૯: ૮૪) આ સ્થિતિએ તેમણે મનથી ભારે કારમા આઘાત સહન કર્યો. જાણે પેાતાનું સર્વસ્વ છૂટી ગયું. જેવી સ્થિતિ તેમની થઈ ગઈ. સંસ્થા પરત્વે ભારે કડવાશ પેદા થઈ. મગનભાઈ દેસાઈના સ'પર્કમાં તે જ્યારથી આવ્યા ત્યારથી તેઓ જીવ્યા ત્યાં સુધી તેમને અભિન્નપણે સંસ્થાના સંચાલન કાર્યોમાં, અનુવાદ, પત્રકારત્વ, જાડણીકોશ, ગૂજરાત વિદ્યાપીઠ વાચનમાળા વગેરે પ્રવૃત્તિઓમાં સાથ આપ્યા છે. મગનભાઈને આવેલા બીજો એટેક ઘણા ભારે હતા જેમાં તેમના પ્રાણ છૂટી ગયા. ગોપાળદાસ આ સ્થિતિને “ ટંકારવ” પત્રમાં ૧૯૯૧ જુલાઈમાં નોંધે છે કે, “દાક્તરની ભાષામાં ભલે એ હાર્ટએટેક કહેવાય, પરંતુ વિદ્યાપીઠની અવદશા થતી જેઈ એમને હૃદયમાં કેટલા કારમા ઘા લાગ્યા હતા, એવું જ એ પ્રત્યક્ષ પ્રતીક હતું. ગાંધીજીએ કહ્યું હતું કે જે એક સંસ્થા માટે હું જીવવાનું કે ‘મરવાનું પસંદ કરું. તે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy