SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ દાદૂ હગતની વાણી ‘રામ કૃપા બિનુ સુલભ ન સોઈ' તુલસી. દાદૂની વાણીમાં બધું નવનીત જ છે. ધીના ગાડવા ભરેલા છે. નરી અમીવર્ષા છે. કૌન પટંતર દીજિયે દૂજા નાહીં કોઈ; રામ સરીખા રામ હૈ, સુમરિયાં હી સુખ હોઈ; નાવલિયા તબ જાનિયે, જે તન-મન રહે સધાઈ, આદિ અંત મધ, એક રસ કબહૂ ભૂલિ ન જાઈ. રામ સરીખા રામ હૈ' એના જેવો બીજો કોણ છે? ન ત્વત્ સમોઽસ્ત્યમધિક કુતોઽન્યો' ગીતા અ. – ૧૧ તારા સમાન કોઈ નથી. તો તારાથી વિશેષ તો હોય જ કયાંથી? તું જ એક અને અદ્રિતીય છે. “મેરા કુછ નહીં સબ કુછ તેરા.” નાનકે કહ્યું છે ને બસ ગ્યારા-બારા ઔર અબ બસ તેરા — તેરા — તેરા. તુહી — તુહી – તુહી રામ સરિસ કોઉ નાહીં.' ૧૫૫ નામ-સ્મરણ. ---- નામ-સ્મરણ એ જ એક ઉપાય છે તેને પામવાનો. તનમાં-મનમાં-રોમેરોમમાં વ્યાપી ૨હે – ગુંજી રહે એવું આદિમાં-અંતમાં-મધ્યમાં એક સરખો કાયમ રહેનારા, (ભૂત, વર્તી અને ભવિષ્યમાં બીજું કંઈ નહીં ! એક જ રામ) જબ એબ તબ અવ્વલ ઔર આખિર, તુઝસે હૈ સબ કોઈ તુઝસા નહીં કોઈ ' એકમેવ – અદ્વિતીય. આવા એ પરમાનંદને પરમાત્માને હું કદી ના ભૂલું. Jain Education International દુનિયાનાં પાર્થિવ સુખો અવિનાશી નથી — કાયમી નથી. આદિ, મધ્ય અને અંત ત્રણેમાં એકરસ ફક્ત પરમાત્મા છે, તેથી અખંડ એનું જ સ્મરણ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy