________________
મા, માશી ને બહેનપણું
૧૦૫ • આ પ્રદેશ કે હર કોઈ પ્રદેશમાં જન્મેલા બાળક બાળાને જેટલો હક્ક માના ધાવણ પર છે, તેટલો જ માતૃભાષામાં ઉચ્ચાચ્ચ જ્ઞાન મેળવવાને છે. હા, આવું સુલભ કરવા માટે સારા અંગ્રેજી જ્ઞાનવાળા થોડા તો જોઈશે જે.પણું તે માટે બધાને ફરજિયાત માધ્યમ આપવાનું ન હોય.
જેને જરૂર છે તે અંગ્રેજી શીખે, પણ તેમનું માધ્યમ તે માનું ધાવણ જ રહે. અંગ્રેજી વિના ગુજરાત પાછળ પડી ગયું છે? એમાં? વેપારઉદ્યોગમાં? એ તો દેશમાં બીજે-ત્રીજે નંબરે છે. ખેતીમાં? ડીપ સીસ્ટમ, કુવા રિચાર્જ પદ્ધતિ ગુજરાતે દેડતી અપનાવી છે. નેકરીઓમાં? નેકરીઓ છે ક્યાં? નોકરી માટે કેટલી લાંચ આપવી પડે છે તે જાણીતી વાત છે. એ ઝાંઝવાનાં જળ છે. પણ માનો કે છેડી છે તો એવી જગ્યા કેટલી? તેને સર્વસામાન્ય શિક્ષણ કે અંગ્રેજી માધ્યમ સાથે શું લેવાદેવા?
પણ એક ઇતિહાસ વાંચનાર તરીકે કહ્યું, જેના આધારે લોકસમાજ જીવે છે એમ નહી પણ અસરકારક થાય છે એની સામે ભદ્ર સંસ્કૃત, અંગ્રેજી, લેટિન કે તેવી કોઈ ભાષાને મહિમા ગાવામાં આપણે અજ્ઞાનીપણે ભદ્ર વર્ગને પ્રતિષ્ઠિત રાખવાની દુરાશા સેવીએ છીએ.
ભગવાન તથાગત આમાં પણ મહાન માર્ગદર્શક હતા. તથાગતને એમના ઉપદેશે, સંસ્કૃતમાં ઉતારવાની રજા આપવા બે શિષ્યોએ કહ્યું, ત્યારે ભગવાને કહ્યું, “રખે એ ચાળો કરતા. તથાગતે જે ભાષામાં લોકોને ઉપદેશ કર્યો છે તે જ ભાષામાં તેને રહેવા દેજે.”
તથાગત સૌને માટે જ્ઞાનના દરવાજા ખુલ્લા મૂકવા આવ્યા હતા. કો માટે તેમની ભાષામાં જ્ઞાનના દરવાજા ખુલ્લા કરો. આ અર્થમાં ભાષાના આવા પ્રશ્નો ભદ્રશાહીના કે લોકશાહીના છે.
યુરોપમાં લેટિન અને અહીં સંસ્કૃતને બદલે લોકભાષામાં રામાયણમહાભારત અને ઉપનિષદવાણી ઊતરી એ સોનેરી ક્ષણ હતી.
કબીર, જ્ઞાનદેવ, એકનાથ, ગંગાસતી, રજજબ, હરિજન સંત દાસી જીવણ આવા બધા આ માર્ગને દીપભે છે. તેમણે માધ્યમ બદલીને પ્રકાશ ફેલાવ્યો છે.
અંગ્રેજીની જેને જરૂર છે, જેટલી જરૂર છે, તેને તેટલું ભણાવીએ. અંગ્રેજી જ શા માટે? ફ્રેન્ચ, લેટિન, અરબી, પશિયન, ગ્રીકના ત્રિવર્ગો રાજય કે સમાજ ચલાવે. તેના મંડળો હોય. અમારી માતૃભાષામાં ભલે એ બધું અમૃત આવે. અમારી માતૃભાષા સમૃદ્ધ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org