________________
૧૦૪
એક ઝલક મૂછ મૂંડાવવી પડે પણ ગામે પણ? અંગ્રેજી કોઈ તબકકે ફરજિયાત ન હોઈ શકે.
હું સાત ધોરણ સુધીના વિદ્યાર્થીઓના સંપર્કમાં રહું છું. તેને પૂરું ગુજરાતી-ગણિત આવડતું નથી. પાંચમા ધરણવાળાને સીધી દસ લીટીની વાત લખતાં આવડતી નથી. - વળી એ બીજી નક્કર હકીકત છે કે આ દેશમાં પાંચમાથી હિન્દી શરૂ થાય છે. બે ભાષા એક જ તબકકે? હિન્દી અને અંગ્રેજી પાંચમામાં આ કુમળાં બાળકોનાં માથા પર? * કોઈ પણ ભાષા, કામચલાઉ કે પ્રાથમિક વ્યાકરણ, લેખન, ઉચ્ચારણ
બે વર્ષ તે માગે છે. આપણે તે હિન્દીને આપશે કે અંગ્રેજીને? આ પાંચમાંથી હિન્દી દાખલ કરશું કે અંગ્રેજી? મા-માશી-પડોશણ કોને
પ્રવેશ આપશું? આઠમાથી અંગ્રેજી, મરજિયાત અંગ્રેજી શીખવાય તેને તે 'વધિ કઈ છે જ નહીં.
* અમે અમારી ઉત્તર બુનિયાદી શાળાઓમાં આઠમાથી જ અંગ્રેજી શીખવીએ છીએ અને દસમામાં અમારા પરિણામે કાયમ હાઈસ્કૂલે કરતાં સારાં આવ્યાં છે.
એનું કારણ વિદ્યાર્થીને આગળ બે ભાષાનું પ્રાથમિક વ્યાકરણ મળેલું શિક્ષણ છે, એવું કહ્યું છે જ નહીં કે આઠમાથી અંગ્રેજી ભણાવાય તે નબળું ચડી જાય છે. ઊલટું સારું-સરળ થાય છે. આના આંકડા અમારી પાસે છે. એક વાર છપાવ્યા પણ છે.
ઉપલી કક્ષાએ અંગ્રેજી માધ્યમને કેટલાક ભેળાભાઈ સારું ગણે છે. નવાઈ લાગે છે. આમાં ભાષાભક્તિ ક્યાં રહી? અંગ્રેજી માધ્યમમાં મારી ભાષાનું અપમાન, અગૌરવ છે.
ભાષાભક્તિ તે એ કે જગતભરનું જનું-નવું ઉપયોગી જ્ઞાન મારી માતૃભાષામાં ઉતારું, બધાને સુલભ કરું. અંગ્રેજમાં ઇલિયડના કેટલા સહજ અનુવાદ છે? ગ્રીક કોણ વાંચવા જાત? એમની માતૃભાષામાં સમર્થ લોકોએ ઇલિયડ કે પ્લેટો ઉતાર્યા. પ્રજા ઊંચે ચડી આજે કોઈ શબ્દનું યથાર્થ ગુજરાતી, હિન્દી, તામિલમાં તરત ન મળે તે ત્યાં સુધી ભલે અંગ્રેજી શબ્દ વપરાય. ઘણા પરદેશી શબ્દો આપણી ભાષામાં છે જ. પણ ગાંધીજીનું અણિશુદ્ધ ગદ્ય આપણી માતૃભાષાનું સામા પ્રગટ કરે છે, તેની ના પડાશે અને સ્વામી આનંદનું ગદ્ય? આપણે માનસિક ગુલામીના શિકાર તે નથી બન્યા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org