________________
એક ઝલક
गृहे वै जायते सर्वम् गृहे सर्वम् च वर्धते । गृहं प्रतिष्ठा लोकानाम् गृहमेव परायणम् ॥ यस्य गृहं तस्य सर्वम् इहधर्मार्थ साधनम् ॥
न गृहं गृहमित्याहुः गृहिणी गृहमुच्यते ॥ આવા ભાવને સતત પિષતી રહે એવી તમારી ગૃહમંડળી બને – એવું તમારું ધ્યેય હશે, એવી શુભેચ્છા!
આને અર્થ એ કે, તમે ઇંટચૂકે ને સિમેન્ટ, ખડ ને લાકડું ઇ૦. સરસામાનથી સ્થળ મકાન તે બાંધશો જ, પરંતુ એને આત્મા એ ધ્યેય હશે. તમારા બાંધકામમાં કરકસર, કુનેહ, તેમ જ ઈમાનદારીની સેવાભરી સુવાસ પ્રગટે તે જ એ આત્માની પ્રતિષ્ઠા સંભવે. એમ થાય છે, જેમ બધાં મકાને સાથે સાથે હશે, તેમ જ તેના નિવાસી વ્યાપક પડોશધર્મથી સંકળાઈને એક પરિવારવતું સહેજે બની રહે.
વળી, તમે ગુહમંડળીનું નામ “સત્યાગ્રહ” અને “છાવણી” જેવા સ્વરાજ્યુગીન શબ્દોથી પાડયું છે. “સત્યાગ્રહ’ બાપુએ રચેલો શબ્દ છે; તેમાં અર્થ પણ તેમણે જીવન દ્વારા રેડ્યો. જીવન-જંગ લડવાને ગૃહ રૂપી છાવણીમાં જ સૌ કોઈ આપણે રહીએ છીએ ને? આ જંગની આખી યુદ્ધકળા “સત્યાગ્રહ’ દ્વારા બાપુએ વ્યાખ્યાત કરી આપી છે, એ તમે જાણો છો આ તમારો નો વાસ એ નામને ચરિતાર્થ કરે એવો થાઓ, એવી પ્રાર્થના પ્રભુને કરું છું.
અંતે એક કહું :- મંડળીનું સહકારી કામકાજ ઈમાનથી અને વરાભેર આટોપવા કાળજી રાખજે. એનો અર્થ મંડળીના ધનની પાઈ પાઈને સદુપયોગ ટ્રસ્ટ-બુદ્ધિથી થાય; એટલે કે, હિસાબકિતાબ દીવા જેવાં રહેશે, અને ન્યાયપૂર્વક કામકાજ ચાલશે.
આ તમારા કામમાં પ્રભુ તમને થશભરી સફળતા આપે. એ જ. તા. ૧૪-૧-૧૯૬૫
લિ. શુભેચ્છક મગનભાઈ દેસાઈના
વંદે માતરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org