________________
એક ઝલક એ એમની સાધના છે. ગાવાનું પણ નક્કી કરેલી વીસ પચીસ મિનિટ બહાર નહીં..
પરંતુ મને મગનભાઈના વ્યકિતત્વમાં સૌથી વધારે રસ પડવા માંડ્યો એ જોઈને કે તેઓ ખૂબ જ ઊંડા વિચારક છે અને સાવ નિર્ભય આલેચક છે.
બાપુજી પ્રાર્થનામાં ભાષણ આપે તે પછી કોઈક ને કોઈક મુદ્દા પર ચર્ચા કરતી નાની મંડળ અડધા પોણા કલાક સુધી આશ્રમની સડક પર ફરવા નીકળે અથવા નદીકાંઠે વાત કરતી બેસે, આ વાત સિદ્ધાંતની છણાવટની હોય અથવા આશ્રમની નાની મોટી ઘટના વિષેયે હોય. પ્રાર્થનામાં બાપુજીને કેટલાક જણ સીધો સવાલ પૂછતા તેમ મગનભાઈ કદી ન પૂછતા; પણ પ્રાર્થના પછી પિતાની ટીકા એક બે વાક્યમાં કોઈની સાથે વાત કરતાં બતાવી દેતા. અને આમાં ઘણી વાર એમના વિચાર, ચાલતી આવેલી ઘરેડથી જુદા જ મેં સાંભળેલા.
ભણસાળીભાઈએ એક વાર આત્મશુદ્ધિ માટે ત્રીસ દિવસના ઉપવાસ કરેલા. એના ઉપર ચર્ચા કરતાં મગનભાઈ બોલ્યા, “ઠીક છે, ભણસાળીભાઈને ઉપવાસ જરૂરના જણાતા હશે. ખરી વાત એ છે કે બલવાન ઇંદ્રિય ગ્રામને અંકુશમાં લાવવા માટે ભૂખ્યા રહી શરીરને ઢીલું કરવાની સાધકને જરૂર રહે. પણ મારા તમારા જેવાને સવારનો નાસ્તો એક વાર છૌડી દેવાથી જ ભણસાળીભાઈના લાંબા ઉપવાસે જેટલી ઢીલાશ શરીરમાં આવી જાય. એટલે એમ ન કહેવાય કે ઉપવાસ કર્યો આત્મશુદ્ધિ થઈ જવાની છે!” મને મગનભાઈના આ ઉદૂવાર સાંભળીને થયું કે, આ માણસ ચાલુ વિચારના પ્રવાહમાં તણાય એવા નથી. ભણસાળીભાઈનાં વખાણ આશ્રમમાં ચારેખૂણે ચાલી રહ્યાં છે, તેને પ્રભાવ એમના મન પર મુદ્દલ નથી. નવી જ વાત
એ કરે છે,
એક વાર પ્રાર્થના પછી એક મંડળી ખેરાકની ચર્ચા કરતી ઊભી હતી. બ્રહ્મચર્યને માટે ફળને ખોરાક સાર એ બાપુજીની વાત પર સમર્થન ચાલતું હતું. કેરીની મોસમ છે એટલે અન્ન ઘટાડી એ લેવા બાબત કોઈએ કહ્યું, તે સાંભળી મગનભાઈ દેસાઈ બેલ્યા કે, “ખરું પૂછો તો બ્રહ્મચારીએ દિવસ આખામાં એક કેરીથી વધુ ન લેવી જોઈએ. કેરી તે દૂધનેય આંટે એવી હોય છે!”
મગનભાઈની સ્વતંત્ર વિચારશક્તિ પ્રત્યે મને મનમાં માન થયું તે સાથે મનમાં એમ પણ મેં વિચાર્યું કે બુદ્ધિવૈભવ એમની પાસે બહુ હોવાથી તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org