________________
માની વાર્તાઓ ચટકે કેમ લગાડી જાય છે?
૧૯૩૦ની અસહકારની લડતમાં જેલમાં મને ડમાસાહેબને ભેટ થઈ ગયો હતે ડૂમાની “શ્રી મસ્કેટિયર્સ’ જૂથની વાર્તાઓ આપણને ચટક કેમ લગાડી જાય છે? આ નવલકથાઓમાં એવું શું છે કે તે પ્રસિદ્ધ થયા બાદ આજે એકવીસ વર્ષ બાદ પણ આપણે તેને સમારંભ ઊજવવા એકઠા થયા છીએ? ડૂમાની આ ઐતિહાસિક નવલકથા ૧૮૪૪માં બહાર પડી હતી. આ મહાથાથી, ડૂમાની કીર્તિ, ફ્રાંસની સરહદો ઓળંગીને યુરોપ અને દુનિયાના બીજા દેશોમાં પ્રસરી હતી. જગતની ઉત્તમ વાર્તાઓમાં તેની ગણના થાય છે. આ વાર્તાના જથમાં ફ્રાંસને ત્રણ સદીઓને ઇતિહાસ આવરી લેવામાં આવ્યું છે. ડૂમાની કલમ ઘોડા કરતાં પણ વધારે વેગથી દોડે છે. આ વાત મૈત્રીનું મહાકાવ્ય છે. અને તેના અનુવાદની શૈલી પણ સફળ છે. તે આપણા મગજ ઉપર ચટક બેસાડી દે છે. આ અનુવાદ વાંચતાં વાંચતાં વિદ્યાપીઠના જોડણીકોશની નવી આવૃત્તિ માટે મને ઢગલાબંધ શબ્દો નવા મળ્યા છે. આવા સફળ અનુવાદથી ભાષા અને સાહિત્યને પણ મોટો લાભ જ થાય છે વળી આવું વિશ્વસાહિત્ય માતૃભાષામાં વાંચવાથી, વાચકની સહૃદયતા અને રસજ્ઞતા ઉપર પણ સારી અસર પડે છે.
પરિવાર સંસ્થાએ વાર્તાઓની સાથે સાથે બાલસાહિત્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પિતાને કડછો ચલાવવો જોઈએ. આવાં કામ કરનાર હરકોઈને માટે આપણા દેશનાં સેવાક્ષેત્રનાં બધાં મેદાન ખુલ્લાં છે. “શ્રી મસ્કેટિયર્સ' જેવી જાણીતી વાર્તા વિસ્તૃતરૂપે ગુજરાતીમાં સચિત્ર રજૂ કરવા માટે પરિવાર સંસ્થાને ધન્યવાદ આપું છું.” તા. ૨૩-૫-૧૯૬૪
- મગનભાઈ દેસાઈ
Jain Education International
૪૦ For Private & Personal Use Only
www.jainelibrary.org