________________
“શ્રી મસ્કેટિયર્સ'ને યાદ રાખો પરિવાર પ્રકાશન સંસ્થાની આ પ્રવૃત્તિ એ એક સાહસ છે. સામાન્ય રીતે સાહિત્યની દુનિયામાં સાહસ બહુ ઓછું હોય છે. પણ જગતમાં સાહસ વગર કશું આગળ ચાલતું નથી. બીજાએ શું કહેશે, તેને વિચાર કર્યા કરે, એ માણસે કદી સાહસનું કામ કરી શકતા નથી, જે માણસ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખે, તથા પિતાની પ્રવૃત્તિ સામાન્ય કાના હિતમાં ચલાવે છે, તેઓ જ સાહસ કરી શકે છે. પરિવાર સંસ્થાના સંસ્થાપક, ઉપપ્રમુખ અને વ્યવસ્થાપક સ્વ૦ શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલને તે સ્વભાવ જ જખમ સામે ધસી જવાને હતો. અને તેમના મંત્રી શ્રી. ૫૦ ૦ પટેલ ઉત્સાહી અને ઈલમી' કાર્યકર છે. લખવાનું કાર્ય મુશ્કેલ હોય છે, છપાવવાનું છે તેથીય મુશ્કેલ હોય છે અને વેચવાનું તે અત્યંત મુશ્કેલ હોય છે. હું તે આવા સંક્ષેપ ગુજરાતીમાં બહાર પાડવાના અતિમુશ્કેલ કાર્યમાં કદી પડ જ નહિ. લેક ચાહે તો “પાંચમાથી' કે આઠમાશી' જ્યાંથી ભણવું હોય ત્યાંથી અંગ્રેજી ભણીને મૂળ પુસ્તક વાંચવું હોય તો વાંચે. પરંતુ પરિવાર સંસ્થાના સંચાલકોને ગુજરાતી જનતાની સેવામાં આવા સંક્ષેપે રજૂ કરવાનો શોખ અને ઉત્સાહ છે.”
“આજે જે ગંદા સાહિત્યને મોટો ધોધ વહી રહ્યો છે, તેની સામે નિર્દોષ મનોરંજનનું સાહિત્ય સ્વચ્છ રીતે પીરસવું જોઈએ. પચાસ વર્ષ બાદ ગુજરાતમાં સારું અંગ્રેજી જાણનારા માણસે ગણતર જ હશે. એટલે વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓનાં ભાષાંતર અધિકારી લેખકોને હાથે જેટલાં જલદી અને વધારે કરી લેવાય તેટલું સારું. પરિવાર સંસ્થાના અનુવાદો અત્યંત સ્વચ્છ અને સુંદર રીતે બહાર પડે છે. તેના પ્રમુખ શ્રી. ગોપાળદાસ પટેલને આ કામની મોટી હથોટી હાથ લાગી ગઈ છે. આવી ભારે સિદ્ધિ માટે હું તેમને જાહેર શતે મુબારકબાદી આપું છું. અને આશા રાખું છું કે ડૂમાના આ જુથની પાંચેય વાર્તાએ તેઓ ગુજરાતી વાચકને બનતી ત્વરાએ સુલભ કરી આપશે.
- પરિવાર પ્રકાશનના શ્રી મસ્કેટિયર્સ' શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી. પુત્ર છે. પટેલને ગુજરાતે યાદ રાખવા પડશે. તા. ૨૩-૫-૧૯૬૪
- ઠાકરભાઈ મણિભાઈ દેસાઈ ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org