SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ગરીબીનું રામાયણ લે મિઝરાન્ડ વિકટર હ્યુગો (૧૮૦૨–૧૮૮૫) યુરોપના ૧૯મા સૌકાને એક અગ્રેસર સાહિત્ય-સ્વામી ગણાય છે. એના જીવનકાળ દરમ્યાન ફ્રાંસની એ યુગની રોમાંચક અને ઊર્ધ્વગામી સાહિત્ય-પ્રવૃત્તિને તે આગેવાન હતા. અને જગતને મંત્રમુગ્ધ કરે એવી કેટલીક અમર કૃતિઓ તેણે આપી છે. તેમાં લે મિરાબ્લ”ના જોટાની વાર્તા હજ સર્જાવી બાકી છે. આ પુસ્તકે લાખે લોકોને પોતાના પાવકતમ ભાવમાં તરબોળ કર્યા છે, હજુ પણ કરે છે, અને ભવિષ્યમાં કરશે. ૩૮ વરસની ભરજુવાનીમાં. એટલે ઇ. સ. ૧૮૪૦માં આ નવલકથાની પ્રથમ રૂપરેખા તેણે કાગળ ઉપર ઉતારેલી. ત્યાર પછી પૂરાં બાવીસ વરસે, એટલે ઇ. સ. ૧૮૬૨માં તે પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ. આ અનુવાદ પ્રથમ તે, મૂળની કંઈક વિશેષ છાયા આવે એટલા વિસ્તારથી, પરંતુ સંક્ષેપમાં “શિક્ષણ અને સાહિત્ય” માસિકમાં “દરિદ્રનારાયણ” એ નામે ૧૯૫૧માં હપ્તાવાર ઉતારવા માંડ્યો હતે. પછી સ્થળસંકોચને કારણે એ વાર્તા એ માસિકમાં આપવી બંધ કરી હતી. ત્યાર પછી આજે બરાબર બાર વરસે આ અનુવાદ પુસ્તક-આકારે પ્રસિદ્ધ થાય છે. આ ગરીબીનું રામાયણ કહેવાય એવી આ મહાકથા હ્યુગોએ પિતાના જમાનાના લોકજીવનને ક્રાંતિદષ્ટિથી જોઈ કાઢીને આલેખી છે. તથા તે આપણને જીવનભર ઉન્નત બનાવવાની તાકાત ધરાવે છે. મહાભારત-રામાયણ જેવી આપણી પ્રાચીન મહાકથા જેમ યુગયુગાંતર સુધી આપણી પ્રજામાં અનેરો પાવનતમ સંસ્કારરસ સીંચતી આવી છે, તેમ આવા ગ્રંથ પણ કરી શકે. વિક્ટર હ્યુગોએ પોતે આ નવલકથાને આ શબ્દોમાં બિરદાવી છે – “જ્યાં સુધી ગરીબાઈને કારણે પુરુષને અવનતિમાં સપડાવું પડે છે, જ્યાં સુધી સ્ત્રીને ભૂખને કારણે ભ્રષ્ટ થવું પડે છે, અને જ્યાં સુધી બાળકોને એ૦- ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy