________________
એક ઝલક
૨૪૨
–
જ્ઞાનપ્રકાશને અભાવે ઠીંગળાઈ જવું પડે છે, – ત્યાં સુધી આવી ચેપડી નિરુપયોગી થવાની નથી, ’
યુરોપમાં જન્મેલ યંત્ર-યુગે જગતભરમાં જે કારમી કંગાલિયત અને સામાજિક છિન્નભિન્નતા સરજ્યાં, તેનું સાહિત્ય-કળા મારફતે જો સંપૂર્ણ મહાકાવ્ય રજૂ થયું હોય, તો તે આ મહાગ્રંથમાં છે. જગતના મહાન લેખકો અને વિચારકો — ટૉલ્સ્ટૉય, માકર્સ, ઝોલા, રસ્કિન, ડિકન્સ વગેરેએ આ અંગે ઘણું ખેડાણ કર્યું છે. પરંતુ સમગ્ર ચિત્રની કાવ્યકથા રૂપે રજૂઆત આ ગ્રંથમાં વાચકને અજોડપણે જોવા મળે છે.
આ મહાકથામાં સમાજે 'ગુનેગાર' ગણેલા અને સજા કરીને વધુ કારમા ગુનેગાર બનાવેલા જીન વાલજીનનું એક અનેરું પાત્ર હ્યુગોએ સર્જ્ય છે. અને સામે જ મંગલમૂર્તિ બિશપની પણ રચના કરી છે, જે પાપીપુણ્યશાળી સર્વ જીવો પ્રત્યે પેાતાનેા મૈત્રી કરુણાના ભાવ ઢાળતા આવ્યા છે. એ મંગલમૂર્તિ બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે, પણ એની કાયમી અસર નાયક ઉપર અદ્દભુત રીતે પડે છે. અને એ ભયંકર ગુનેગાર ગણાય તેવો માણસ દયાળુ ઉદ્યોગપતિ, પરદુ:ખભંજન નાગરિક, સેવાભાવી મેયર, વાત્સલ્યમૂર્તિપાલક-પિતા, ક્ષમાવાન વીર, ગરીબ દાનેશ્વરી, અને કર્મયોગી સાધુપુરુષ બની જાય છે.
રાજ્યશક્તિના પ્રતીકરૂપે બીજું પાત્ર પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટનું છે. નાયકની સવ્રુત્તિ આગળ આ પાત્ર. આખરે હારે છે. અને એકડે એકથી શરૂ કરીને નવું જીવન જીવવાને બદલે એ આત્મહત્યાને રસ્તે પડે છે. એનું ફ્રજપાલન અને એની જીવન-શ્રદ્ધાની નાકામિયાબી બંને વાચકના હૃદય ઉપર અંકાઈ જાય છે. અને એમાંથી વાચકને રાજ્યતંત્રની શિક્ષાત્મક સત્તાની શક્તિમા અને અશક્તિ બંને તાદશ થાય છે.
વાર્તાનું વસ્તુ, તેનાં વહેણ અને વેગ, વમળ વળાંકો, પ્રસંગનું વૈવિધ્ય અને વૈપુલ્ય, આપણને મંત્રમુગ્ધ, સ્તબ્ધ અને સ્થગિત કરી દે છે. જેલ, મઠ, કફન, ક્રાંતિ અને ગટરમાં ખેંચાઈ મૃત્યુમુખમાંથી પાછાં ફ્રેલાં પાત્રા – આ બધું બીબાં ગોઠવનાર કારીગરોના મનને પણ જકડી લે એવું છે!
હ્યુગોની કવિષ્ટિનું સચેટ નિરૂપણ કરતા કાકાસાહેબના આશીર્વાદના આ અનુવાદને લાભ મળ્યો છે, તે એની ઉપયોગિતામાં ઉમેરા કરે છે. તથા કાકાસાહેબના સૂચનને વધાવી લઈને પ્રકાશક સંસ્થાએ પુસ્તકના ઉદ્ઘાટન નિમિત્તે ગુજરાતમાં સેાએક વર્ષે હ્યુગોનું જાહેર સંકીર્તન ગુજરાતના પાટનગરમાં કર્યું, તે પ્રશસ્ય છે. બાપુએ તે ૧૯૩૬ની સાહિત્ય પરિષદમાં જ સાફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org