________________
૨૪
ગરીબીનું રામાયણ શબ્દોમાં કહ્યું હતું, “પોતાની ભાષા છોડીને પરભાષા દ્વારા બધે વ્યવહાર ચલાવે એ કોઈ કંગાળ મુલક છે કે? એટલે જ આપણો મુલક કંગાળ રહ્યો અને આપણી ભાષા રાંડી ડ રહી. અંગ્રેજીમાં તે, એક પુસ્તક ફ્રેન્ચ જર્મન ભાષામાં એવું ન હોય કે જે બહાર પડવું કે થોડી જ વારમાં એનું અંગ્રેજી ભાષાંતર ન થયું હોય. એટલું જ નહિ, ત્યાં તે બાળકોને માટે પણ ઉત્તમ પુસ્તકોના અઢળક સંક્ષેપ તૈયાર થાય છે. ડિકન્સને બચ્ચાંઓ વાંચી શકે? છતાં ત્યાં તો બચ્ચાંઓને માટે પણ ડિકન્સના ગ્રંથમાંથી સરળ ભાષામાં સાહિત્ય આપવામાં આવે, જેથી બાળપણથી ભાષાની રસિકતાને ખ્યાલ તેને આવવા માંડે. મને બતાવે, આવું ગુજરાતીમાં શું છે? જો હોય તે હું તેના ઓવરણાં લઉં.”
આવી પાવનકારી કથાનો સંક્ષેપ કરી અનુવાદકે અને પ્રકાશક સંસ્થાએ ગુજરાતી ભાષાની અને તેના વાચકોની અનન્ય સેવા બજાવી છે. અનુવાદની શૈલી સરળ અને ભાવવાહી છે. સંક્ષેપ એવી કુશળતાથી થયો છે કે, કયાંય ભંગાણ માલૂમ પડતું નથી. ગુજરાતી વાચકને જાણે મૂળ કથા જ વાંચતા હોય એમ લાગ્યા કરે છે.
- શ્રી. મગનભાઈ દેસાઈએ પોતાની પ્રસ્તાવનામાં આ કથાને આધુનિક પ્રેમધર્મની કથા કહી છે. તથા તેને તે રીતે જ મૂલવવા ભલામણ કરી છે. તેઓ આગળ ચાલતાં પ્રસ્તાવનામાં જણાવે છે, “હૃગોની આ કથા આજના યુગમાં પણ ખૂબ રસથી અને લાભપૂર્વક વંચાય છે. ગરીબાઈ ઇ૦ ગુને નથી; પરંતુ આવા માનવપ્રેમ કે હૃદયધર્મને દ્રોહ એ મૂળ ગુનો છે. આવા પ્રેમધર્મની સાક્ષાત્ વફાદારીનું આ કથાચિત્ર વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે.”
પુસ્તકના પૂંઠા ઉપર મૂકેલ બે અતિ મહત્ત્વના પ્રસંગેનાં ત્રિરંગી ચિત્રો અને અંદર આપેલાં દસ સુરમ્ય ચિત્રો, તેની ઉપયોગિતા, ઔચિત્ય અને ભાવમાં ઉમેરો કરે છે. આશા છે કે, વિશ્વસાહિત્યને બીજો પ્રતિભાપ્રવાહ પરિવાર સંસ્થા ગુજરાતી વાચકને ભેટ આપશે. આ પુસ્તકથી ગુજરાતી સાહિત્યમાં એક કીમતી ઉમેરો થયો છે; અને એકસાથે અનેક વાર વાંચી વાંચીને ન ધરાયેલું મન, સમગ્ર ગુજરાતી વાચકવર્ગને એ પુસ્તક વાંચી, અમને થયેલા આનંદમાં સહભાગી થવા આગ્રહ કરવાની ધૃષ્ટતા કરાવે છે. આ પુસ્તકના બાળકો માટે વિક્રમ સંક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સત્યાગ્રહમાંથી)
કમુબહેન પુત્ર છે. પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org