________________
ગુજરાતની અસ્મિતા”
૨૧૧ નવી સિદ્ધિ પામતીસામુદાયિક ઇચ્છાશક્તિએ સબળ બનેલી જીવન-ભાવના છે. એ ભાવનાનું તીવ્ર ભાન એ ગુજરાતની અસ્મિતા.”
આ ભાવના – પેઢીધરન આપણા વડવાઓની પુરુષાર્થ પરંપરાઓની આ જીવંત મૂર્તિનું દર્શન, આકલન અને ઉજાળણ – તે કઈ, એનો ચિતાર આ ચોપડીમાં આપવામાં આવ્યો છે. એ સંગ્રહ છે; મુનશી જનાં લખાણમાંથી કરેલું સંકલન છે. કહેવું જોઈએ કે સંકલનકાર તેમાં ઉમદા ફાવ્યા છે, કેમ કે આખું પુસ્તક જાણે સળંગ લખેલું હોય એવી છાપ પાડે છે.
આ ભાવનાના અનુશીલનને પ્રારંભ મુનશીજી જેને “નવ-આર્યાવર્તની સ્થાપના કહે છે ત્યાંથી શરૂ થાય છે. આ પુરાણકાળનું ખરું ઇતિહાસ-ચિત્ર કદાચ અન્ય હોય એની એમને પરવા નથી; કેમ કે, એમને પિતાનું ક૯૫નાચિત્ર ગમે છે, તે રચવા માટે આ છો ઇતિહાસનો આધાર હોય તે એમને બસ છે. એટલે તે કબૂલ જ કરી લે છે, “આ સિદ્ધાંતે જેટલા ક૯પવા સરસ છે તેટલા જ પુરવાર કરવા મુશ્કેલ છે.” મુનશીજી છેવટે તે ઇતિહાસનવલકાર અને ખાસ તે વકીલ રહ્યા ને! ગુજરાતના ગૌરવની આ એમણે તૈયાર કરેલી “બ્રીફ’ – વકીલાત છે. તેમાંથી તેમને આર્ય સંસ્કૃતિ માટેનો પ્રેમ ચેખે તરી આવે છે.
આ નવ-આર્યાવર્તનું કાઠું આ રીતે રચાયું એમ મુનશીજી કહે છે : “(તેમાં) કુશેનાં સાહસ અને વ્યવહારકુશળતા હતાં; “ગુનાં શૌર્ય અને વ્યવસ્થાશક્તિ હતાં; હેયોની વિજયાકાંક્ષા ને પ્રગતિ સાધક ધર્મબંધનને તિરસ્કાર (?) હતો; ને તેમાં શુદ્ધ આર્યોના સંસ્કાર ને ભાવનાતા ભળ્યાં; અને આર્યોના બુદ્ધિપ્રભાવે ને સાંસ્કારિક અસ્મિતાએ બધાનું એકીકરણ કરી પ્રબલ વ્યક્તિત્વ પ્રગટાવ્યું. આર્ય દેશના સીમાડા પર પર-સંસ્કાર બાળવાની ને સર્વસંસ્કાર શુદ્ધ કરવાની વેદી રચાઈ.”
પછી આ વેદીમાં એ આહુતિ કેમ ને કેવી કેવી આવી ને બળી કે વિશુદ્ધ થઈ, તેનું વર્ણન કરતાં મુનશીજીની કલમ મધ્યયુગમાં આવતાં જરા ખચકી લાગે છે. અહીં એમની કલ્પના એક સુરેખ ચિત્ર નથી આપતી, જેવું કે નવ-આયાવર્તની રચનામાં આપી શકે છે. મુસ્લિમોના આક્રમણના પ્રત્યાઘાત'માં તે એટલું જ કહે છે, “આખું આર્યાવર્ત સંસ્કારના સંરક્ષણ માટે તત્પર થયું ... સંરક્ષણવૃત્તિ એ જ જીવનને મંત્ર થઈ રહ્યો.”
એક ધમભેર ચાલતી પ્રજાને આમ અચાનક પલટો શાથી થયો? વેદીની આગ ઓલવાઈ એમ જ ને? મુનશીજી આ સ્પષ્ટ નથી કરતા, તેમનું ચલચિત્ર અહીં ફેકું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org