________________
૧૫૨
એક ઝલક હશે. કેમ કે, તે મહાન યાત્રામાં તેમણે પોતાને ફાળે ચૂકવ્યો છે. એવું તેમને અંતકાળે સાંત્વન હશે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. ડિસેમ્બર, ૧૯૪૫ “નિવાપાંજલિ'માંથી
મગનભાઈ દેસાઈ
ડૉ. હરિપ્રસાદ દેસાઈ તા. ૩૧-૪–૫૦ના રોજ ડૉ. હરિપ્રસાદ ચિતા દેવલોક પામ્યા. ત્રણ ચાર દિવસ પર જ છાપામાંથી જાણ્યું કે, દાકતરસાહેબ માંદા થઈ મુંબઈથી અમદાવાદ આવ્યા છે. તા. ૨૭મીએ હું મુંબઈ હતે. દાક્તરસાહેબને ધારાસભામાં ન જોઈ મેં એક ધારાસભ્યને પૂછયું, ‘દાક્તર કેમ ન દેખાયા?' તેમણે કહ્યું, “સાહિત્ય કે કલાપ્રવૃત્તિના કે એવા કામમાં સભામાં કે વ્યાખ્યાનમાં ક્યાંક ગૂંથાયા હશે.” ત્યારે એમને ખબર નહોતી કે, દાક્તર તે માંદા છે કે એમને અમદાવાદ લઈ ગયા છે.
પિતાના મુખ્ય સેવાક્ષેત્રની નગરીમાં આવી બેચાર દિવસમાં જ દાક્તરે શાંતિથી દેહ છોડ્યો. સાંભળ્યું છે કે, તે અગાઉ તેમણે પિતાના પુત્રો વગેરેને બોલાવીને કહ્યું, “મેં તમને ધનને તે કશો વારસે આપ્યો નથી, પણ ધર્મ, ચારિત્રય, અને સેવાનું ધન કમાવાનું આપુ છું.’
આટલામાં દાક્તરનું ટૂંકમાં આખું જીવન આવી જાય છે. તે અમદાવાદના જાહેરજીવનના જુના જોગી ગણાય. બંગભંગની દેશભક્તિ અને સ્વદેશાભિમાનના રંગે તે રંગાયા હતા. તેમની દાકતરી તાલીમ બંગાળમાં જ થઈ હતી. સ્વ૦ શ્રી. અંબાલાલ સાકરલાલ પાસેથી સેવાદીક્ષા મેળવનારા નવજુવાનોમાં પણ દાક્તર એક હતા. આ રંગ અને દીક્ષાને પ્રભાવ દાક્તરે જીવનભર સાચવ્યો અને વધુ ને વધુ ઘેરો કર્યો. એ રંગ ઊતરવાની તે વાત જ નહોતી. દાક્તરનું મૂળ પિત જ એવું હતું.
તે આપકર્મી હતા. ગામડાગામમાં કેવી રીતે હસતા અને ખેલતા, દેશ અને જીવન જોતા અને વિચારતા, ભણતા અને સમજતા તે અમદાવાદમાં વસ્યા, એને નિર્ચાજ ચિતાર તેમણે જ પોતાની બળવયની આત્મકથા ‘નાના હતા ત્યારે'માં આપ્યો છે.
દાક્તરને વિનોદી, ટીખળી, અને કાંઈક અડપલો પણ કહી શકાય એ સ્વભાવ ત્યારથી જ દેખાય છે. તેની જ સાથે દાક્તરના સ્વભાવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org