SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માર્થી નેપાળદાસ પટેલ ૩૧૩ કરવાનું ગોઠવેલું હતું. આ બધાને કારણે ગુરુકૃપાથી તેમના જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન આવે છે. જે તેમના પરંપરાગત રીતે વૈષ્ણવ ધર્મને પૈતૃકવાર મળ્યું હશે તે અંગેના ચિંતનમાં આવ્યો છે. તેઓ પોતાના સુપુત્રને વિનંતીરૂપે મરણોત્તર નધિના લખેલા પત્રમાં દર્શાવે છે, “મને બાળપણમાં “વૈષ્ણવ બ્રહ્મસંબંધ’ લેવરાવેલો. પણ મેટપણે મારા ઉપનિષદગીતાના અભ્યાસ પછી મને લાગે કે પુષ્ટિમાર્ગને સિદ્ધાંત ગીતા અને ઉપનિષદના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. એટલે મેં તેને ત્યાગ કર્યો છે.” આમ સદૂગુરુ, ગ્રંથસાહેબનાં પદોને અભ્યાસ તથા ગીતા-ભાગવત, ઉપનિષદ વગેરે વિષે ચિંતનપૂર્વક કરેલું ઉખાણ અને નિયમિત ભક્તિ ભાવની સાધનાને લીધે થતી આંતર અનુભૂતિને પિતાના ગુરુવાણીના અભ્યાસ અને જપ સાધનામાંથી નીપજેલા “પંજjથી” પુસ્તકમાં તેઓ નોંધે છે કે, “શીખધર્મ એ સંતધર્મની મુખ્ય અને તેજસ્વી શાખા છે. શીખગુરુઓએ – સંતાએ, ઈશ્વરની ભક્તિ કરવાની બાબતમાં કિયાકાંડના કે સાધનાકાંડના બીજા કશા ખટાટોપ વિના, ભગવાનના નામ સ્મરણ ઉપર જ સીધા સાધા ગૃહસ્થજીવનને જ પોતાના ભક્તિમાર્ગના કેન્દ્રમાં – પાયા તરીકે – સ્થાપ્યું. એમ કરવાથી એક બાજુ મૂર્તિપૂજા, મંદિર, પૂજારીઓ અને આચાર્યો – મહંતના ભારણને છેદ ઉડી ગયો, અને બીજી બાજુ સન્યાસ-દીક્ષા, મઠ-આશ્રમ, ભીખ તથા અકર્મણ્યતાને પણ!”.... સંતોએ ધર્મને નામે રૂઢ થયેલે મિથ્યા આચારોનું જાળું તોડી આવ્યું અને ધર્મપ્રવાહને ખાટી રૂંધામણામાંથી મુક્ત કર્યો.” પિતાના અંતિમ દિવસોમાં છેક ૧૯૮૪થી માંડીને ૧૯૯૫ સુધી લખેલી મરણોત્તર નધિને વારંવાર સુધારી તારીખો નાખીને ખરી કરીને સ્પષ્ટ નોંધ કરી છે જેમાં પિતાના મૃત્યુ પછી છાપાંમાં મરણનેધમાં લખવું, અગ્નિ સંસ્કાર અંગે શું શું કરવું, અને કેવી રીતે કરવું, મૃત્યુ બાદ કરાતી વિધિઓ, પિંડદાન, સરવણી, શ્રાદ્ધ, સજજાદાન, સગાંવહાલાંને મૃત્યુ પ્રસંગે આપવામાં આવતી વાસણ પૈસા જેવી બાબતેના વ્યવહારમાં શું કરવું, શું ન કરવું અને શા માટે ન કરવું અને નવું જે કાંઈ કરવું તે કેમ કરવું, કેટલું કરવું વગેરે વિશે પૂરી સ્પષ્ટતા ઉપર જણાવ્યું તે વર્ષો દરમ્યાન દરેક વર્ષે નેધ જોઈ જરૂરી સુધારાવધારા કરી અંતિમ રૂપ આપ્યું છે. પિતાની મરણોત્તર નેધમાં વિવિધ બાબતે વિશે તેઓ જે દર્શાવે છે તેને કમમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી તેમની સમગ્ર વૈચારિક ભૂમિકામાં કેવું પરિવર્તન એક આત્માથી તરીકે આવ્યું છે તે સ્પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy