________________
વિષ્ટિનું સ’ભાષણ
૧૯૧
સાથથી તમને ઇન્દ્ર પણ કાંઈ કરી ન શકે, તો પૃથ્વીના રાજાઓનું તો ગજુ જ શું? ભીષ્મ, દ્રોણ, કૃપ, કર્ણ, આદિની આપની સેના અને પાંચ પાંડવ ભાઈઓ સાત્યકિ આદિની પાંડવ સેના – આ બે મળે, તો તેમની સામે કોણ • ટકે? આમ થાય તો તમે તમારા બીજા શત્રુઓને પણ હરાવી શકશો. સમજો તો, સીધી તમારા જ સ્વાર્થની આ સ્વાત છે.
-
-
“હવે જો તેમ ન થયું, તો શું થાય તે વિચારો. એક જ કુલનાં આ બે પાંખિયાં લડે, તેમાં તમે કર્યો ધર્મ જુઓ છો વારુ? યુદ્ધમાં પાંડવો મરે અને આપના પુત્રો મરે, તેથી તમે શું સુખ શાંઠશો? એને બદલે એ બંને શૂરવીર । દળોને બચાવી લો. નહીં તો, યુદ્ધમાં તે બંને અને બધા રાજાઓ અંતે કપાઈ મરશે! હે રાજા, પૃથ્વીનો આવો નાશ થાય તેમાંથી તમે એને બચાવો. તો વેર અને અસૂયા દૂર કરીને, આ બધા રાજાઓ પણ સાથે મળીને ખાઈપી ખુશી થઈને પોતપોતાને ઘેર જઈ શકે. હું નૃપ, હું આ યાચના કરવા તમારી પાસે આવ્યો છું.
“હે ધૃતરાષ્ટ્ર, તમારા નાના ભાઈના પુત્રોએ તમારું શું બગાડયું છે? તેમના પિતા એમને નાના મૂકીને મરી કે ગયા; વિધવા માતા કુંતી અને એમના પુત્રોને તમે સોડમાં લીધાં. તમે જ તેમને પાળી પોષીને મોટા કર્યાં. તો હવે ન્યાયપૂર્વક તેમનું પાલન તમે શું કામ ન કરો? તેઓ આજે દુ:ખમાં છે, ત્યારે તો ખાસ તમારે એમની ચિંતા કરવી જોઈએ. એમ ન કરો તો તમારે જ હાથે તમારા અર્થ અને તમારા ધર્મ બંને નાશ પામશે. હું આટલું યાદ કરાવી શમની યાચના કરું છું.
“હે રાજન, તમારા પુત્ર સમા પાંચ પાંડવોએ પિતાતુલ્ય તમારે માટે સંદેશો મોકલ્યો છે, તે પણ કહું તે સાંભળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org