________________
વિષ્ટિનું સંભાષણ આખી કૌરવ સભા શાંત બનીને બેસી ગઈ, એટલે શ્રીકૃષ્ણ, ગ્રીષ્મ ઋતુ પૂરી થઈને પહેલો મેઘ ગર્જે એમ, પોતાના દુદુભિનાદથી, ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને અને આખી સભા સાંભળે એમ, પોતાનું સંભાષણ શરૂ કર્યું. તે બોલ્યા,
“હે કુરુરાજ, કૌરવો અને પાંડવો વચ્ચે શમ-શાંતિ થાય અને અનેક વીર ક્ષત્રિયો નાશ પામતા બચે, એવી યાચના કરવા હું આવ્યો છું. આ પ્રસંગ વિષે જે જાણવા જેવું છે તે બધું તમે જાણો છો; મારે એ યાચના કરવા ઉપરાંત કાંઈ વિશેષ કહેવાનું છે નહીં.
“હે રાજન, આપનું આ કુરુકુલ કેવું અનુપમ છે ! તેવા કુલમાં તમારે નિમિત્તે કાંઈ અનુચિત ન થાઓ. હે કુરુપતિ, દુર્યોધન વગેરે તમારા પુત્રો ધર્મઅર્થને પાછળ કરી અત્યારે ખોટાઈ કરી રહ્યા છે. લોભથી તેમની બુદ્ધિ હણાઈ ગઈ છે, તેથી તેઓ પોતાના જ ભાંડુઓ જોડે મર્યાદા અને શિષ્ટતા ચૂકી બેઠા છે. આથી, હે રાજન, ગુરુકુલ માટે એવી આપત્તિ આવી લાગી છે કે, તેની જો ઉપેક્ષા થઈ તો પૃથ્વીનો નાશ થશે. આમ થતું રોકવું તમારા હાથમાં છે.
“હે કુરુરાજ, કૌરવ પાંડવો વચ્ચે શમ-શાંતિ સ્થાપવાં અશક્ય નથી; જો તમે અને હું ધારીએ, તો એ કરી શકીએ એમ છીએ. એ આપણે અધીન વસ્તુ છે. તમે તમારા પુત્રોને વારે અને હું પાંડવોને વારું.
“હે રાજા, તમે હજી એમ કેમ ન સમજો કે, પાંડવો જોડે ઝઘડવામાં કશો ફાયદો નથી? ઊલટું, જો તમે તેઓને શાંતિથી જીતી લો, તો તેઓ તમારા ભારેમાં ભારે સહાયક અને સંરક્ષક થશે. અને તેઓ કેવા બળવાન છે! તેઓના
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org