________________
૧૯૩
વિદુરજીની ભાજી
ધર્મ છોડતો નથી. જો ભાઈ, કાઈને ત્યાં જમવા માટે જવામાં સામાન્યપણે બે કારણ સંભવે : યા તો પ્રીતિ હોય તો, કે પછી આપત્તિમાં હોઈએ તો ગરજના માર્યા. હવે તમે આપણા દાખલામાં જુઓ કે, તમે મારા પર પ્રીતિ તો રાખતા નથી; અને મને અહીં એવી આપત્તિ નથી કે લાચારીથી તમારે ત્યાં મારે જમવું પડે.
આ ઉપરાંત જો જોઈએ તો, ધર્મે સ્થિર એવા પાંડવો પર, કાંઈ કારણ વિના તમે ઈર્ષા રાખો છો. તેમના પરનો એ દ્રેષ મારે વિષે જ તમારો છે એમ જાણો : એવું એકાત્મ્ય તેમનું અને મારું છે. તથા ગુણી અને ધર્મી લોકો ઉપર જે માણસ કામક્રોધથી મોહવશ થઈને દાઝે બળે ને વેર બાંધે, તેને શાસ્ત્રામાં અધમ કહ્યો છે. તેવા મનુષ્યને આશરે લાંબો વખત શ્રી ટકતી કે ઊભી રહેતી નથી. અને તેથી ઊલટું એવું છે કે, મનથી ન ગમતો પણ ગુણિયલ માણસ જોઈ, તેનું ભલું કરી જીતી લઇએ, તો તેવું કરનાર માણસનો યશ લાંબો ટકે છે.
“હે દુર્ગંધન, તમારું અન્ન હીન ભાવથી દૂષિત છે, તેથી હું તેનું ગ્રહણ કેમ કરી શકું? આ નગરમાં કેવળ વિદુરજીનું ઘર જ મને ખપે એવું પવિત્ર છે, અને તેથી હું ત્યાં જમીશ.
"9
આમ કહીને શ્રીકૃષ્ણ દુર્યોધનને મહેલેથી નીકળીને સીધા વિદુરજીને ત્યાં પાછા ગયા. ત્યાં કૌરવો, ભીષ્મ-દ્રોણાદિ વિધિસર ફરી તેમને મળવા ગયા; તેમણે ભેટો ધરી. શ્રીકૃષ્ણે અદબભેર તે લેવાની ના પાડી અને કહ્યું, “આપ સૌએ મારું ઉચિત સન્માન કર્યું જ છે; હવે સૌ પોતપોતાને ઘેર પધારો.’
પછી શ્રીકૃષ્ણે બ્રાહ્મણોને ભોજન તથા દ્રવ્ય દક્ષિણાદિ આપી વિદુરજીનું ભાવભયું" અને પવિત્ર ભોજન સ્વીકાર્યુ.
એ૦ - ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org