________________
ગીતાનું પ્રસ્થાન
સંપાદક : મગનભાઈ દેસાઈ [મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની સિક કથાની એક ઝલક]
વિદુરની ભાજી દુધને શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું અને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપ્યું. પણ શ્રીકૃષ્ણ તેનો સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો. આમ પણ તેમણે રાજા તરફનો ઉતારો વગેરે આતિથ્ય નહોતાં સ્વીકાર્યા ને સીધા વિદુરજીને ત્યાં જ ગયા હતા; તેથી દુર્યોધનને ગુસ્સો તો હતો જ. તેમાં આથી વધારો થયો અને તેણે કહ્યું - “હે કૃષ્ણ, તમે કૌરવ પાંડવ બેઉ પક્ષના હિતેચ્છક છો; અમારા પણ પ્રિય સગા છો; ધર્મ-અર્થ-વિદ્ સુજ્ઞ પુરુષ છો. અત્યારે વળી તમે દૂતકમેં ખાસ આવ્યા છો. તો તમે અમારા રાજ્યના આતિથ્યનું ગ્રહણ કેમ નથી કરતા?”
શ્રીકૃષ્ણ સાફ શબ્દોમાં તેનો જવાબ આપ્યો : “હે ભારત, દૂત કૃતાર્થ થાય એટલે કે, જે કામે તે આવ્યો હોય તે કામ થાય, તો જ તે સત્કાર ભોજનાદિ સ્વીકારી શકે.”
દુર્યોધન – એ તો ઠીક વાત નથી. અમે તમારે સત્કાર કરવા આતુર છતાં તમે ના પાડે, એનું કારણ શું? નથી અમારે તમારે કઈ વેર, કે નથી આપણી વચ્ચે વિગ્રહભાવ. છતાં તમે આમ કેમ કહો! તમે ફરી વિચાર કરે.
આ સાંભળી, હસતા હોય એમ શ્રીકૃષ્ણ સૌ ભણી જોઈને જવાબ વાળ્યો, “હે દુર્યોધન, કામ-ક્રોધ, લોભ, દ્વેષ, કે સ્વાર્થ યા કઈ હેતુવાદથી કે લોભથી તણાઈ જઈ હું કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org