________________
શ્રી. સુભાષ બાબુ જાપાન રેડિયે જગતને ખબર આપે છે કે, આપણી મહાસભાના એક વખતના રાષ્ટ્રપતિ શ્રી. સુભાષચંદ્ર બોસ વિમાનના અકસ્માતથી ગુજરી ગયા છે.
આ ખબરથી આખા દેશમાં સૌ કોઈને દુઃખ થયું છે. થાય જ. આઈ. સી. એસ.ના માન, આરામ અને આપખુદ રાજવીપણાના ભાગ છોડી દેશની સેવામાં તન મન ને ધનથી તે લાગ્યા હતા, ભલે તેમનો રસ્તો પ્રજામતથી નિરાળો થતો ગયો હતો. '
છેવટનાં કેટલાંક વર્ષોથી તે રાષ્ટ્રીય મહાસભાની નીતિ-રીતિથી જુદી રીતે તેઓ વિચાર કરતા થયા હતા. પણ એ બધું તેમના મરણથી અંત પામે છે. અને અમેરિકન દિલસૂફ પ્રો. વિલિયમ જેમ્સ કહ્યું છે તેમ,
માણસમાં બીજી નબળાઈઓ ગમે તેવી હોય, તેને વાંધો નથી. પણ જે સેવાક્ષેત્રે પોતે પસંદ કર્યું, તેમાં જો જીવનું જોખમ ખેડવા પણ તે તૈયાર હોય, તો તે બીના તેને હમેશને માટે પુનિત કરે છે.”
શ્રી. સુભાષબાબુ આ પુનિતતા કમાઈને ગયા છે. જે પુનર્જન્મ હેય – અને હિંદુઓ તે માટે જ છે, – તે સુભાષબાબુ નવે અવતારે પાછા હિંદની સેવા કરવા આવશે, એમાં શંકા નથી. મરણ આગળ માનવ રાગ ઓગળી જાય,– જવા જોઈએ. ચાલુ સરકારને પણ આ નિયમ લાગુ પડે છે,
પ્રભુ સદૂગતને શાંતિ આપે. [ઑગસ્ટ ૧૯૪૫] નિવાપાંજલિ'માંથી)
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org