________________
વસુંધરાનાં વહાલાં દવલાં’
૨૦:
લેખકે બેધ્યાનીથી ઉતાવળ કરી હોય એવું લાગે છે; અને અનુવેશને બદલે જો મૂળને સંક્ષેપમાં અનુવાદ કર્યો હોત તા વધારે સારું થાત. તે હ્યુગેાના એક નવલરત્નને જ નહીં, આપણી રાજકર્તા પ્રજાના અમીર સમાજના એક આબાદ ચિતાર આપણે મેળવી શકત. અને એ આપણી પ્રજાએ જાણવા જોઈએ એમાં શંકા નથી.
પરભાષામાંની કોઈ ચીજ આપણને આકર્ષે તે તેને સળંગ કે સંક્ષિપ્ત અનુવાદ એ જ સહજ અને સુયોગ્ય ગણાય. તેને બદલે, તેની વસ્તુ લઈ વેશાંતર કરવું (જેવું કે, શ્રી. કિશેારલાલ મશરૂવાળાએ ટૉલ્સ્ટૉયના નાટકનું ‘તિમિરમાં પ્રભા’ કર્યું છે,) એ એછું સહજ અને અનુવેશ તેા ત્રીજે નંબરે ગણાય. અનુવેશમાં લેખક કાંઈક પાતાપણું સમજી સ્વતંત્ર આલેખનનું ગૌરવ માણી શકે એમ? તે, મને લાગે છે કે, એ ઇષ્ટ મનેવૃત્તિ નથી. છતાં, અનુવેશ કરવા જ હોય તે મૂળને ખૂબ પચાવીને, સહજ રૂપે તેનું તળપદું વસ્તુ મનમાંથી સ્ફુરવું જોઈએ; તાંતણા મેળવવાની સ્થિતિ ન હાવી ઘટે.
વાર્તા તા કોને વાંચવી ન ગમે ? એ પૂરતી આ વાત સૌને ગમશે. તેમાંય આ વાતનું વસ્તુ તે ઉપલા થરોને ફિટકાર અને નીચલા થરનાં ગરીબની હાય છે, અને એ આજની ફૅશનેબલ ભાવના છે, પરંતુ અનુવેશ તરીકેના એક સાહિત્ય-પ્રકાર તરીકે તથા પાત્રાલેખન અને વસ્તુવિધાનની દૃષ્ટિએ, આ કથા સફળ ન કહેવાય,
[ફેબ્રુ૦ ૧૯૪૦] *વિવેકાંજલિ'માંથી
૨૦ – ૧૪
-
Jain Education International
For Private & Personal Use Only
મગનભાઈ દેસાઈ
www.jainelibrary.org