SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળમૂર્તિ સમાન મદારી અને તેજ તથા સ્ત્રી-બજારમાંથી તેને પરણી લાવનાર લાલકાકે ખાનદાન છે, ટેકીલા છે; તેથી કરીને બીજી રીતે દારૂણ બનેલું વાર્તાચિત્ર નરમ પડે છે. લોહીના વેપારના કથાનકને ઉમેરે સારો ચિતાર આપે છે. સરવાળે જોતા, વાર્તાને વણાટ – વસ્તુગૂંથણી અદેષ નથી. તેમાં પાંખાપણું અને વખલાના દેષ જણાય છે. અંગ્રેજી પરથી વસ્તુ લીધા પછી તેને અનુવાદ કર જ વધારે સારે, અનુવેશ કર સારો નહીં, એમ આ ચોપડી વાંચ્યા પછી મૂળ વાંચી જોતાં લાગ્યું. (અહીં એટલું કહી દઉં કે હૃગેના એ પુસ્તકની જાણ આ ચેપડી પરથી જ થઈ ને તે મેં પછીથી વાંચમું છે.) ક્યાં મૂળની સવાંગસુંદરતા અને કયાં અનુવેશને ગાંકાગળફાવાળ વણાટ? મૂળ વાત ધ્રુગેએ ઇંગ્લેન્ડના સૈકાના ઈતિહાસમાંથી વણી છે. કદાચ તેને અનુસરીને શ્રી. મેઘાણીએ પિતાના ટૂકડા નિવેદનમાં એક વાક્ય મૂકી દીધું કે, “વાર્તાકાળ ૨૫-૩૦ વર્ષો પરના સૌરાષ્ટ્રનો છે.” એટલે કે એક પેઢી અગાઉનો. તો પછી વાર્તામાં આંકહરક, ગાંધીયુગના જેલમહેલ, નવી પેઢીમાં નીપજે પેલો જાહેરાતી નવજુવાન, વગેરે કઈ રીતે આવ્યાં? વેશાંતર કરવામાં કાલકમદેષની ભીતિ રહે છે, અને આ વાત તેની સાક્ષી પૂરે છે. બીજી ભીતિ રહે છે તે વાતના નાના નાના તાંતણા સુવ્યવસ્થિત જોડાયા વગર રહી જાય ને તેથી થતા રસભંગની. આ વાર્તામાં એ દેષ પણ લાગે છે. કૂતરીને ધાવવા લાગી જતા બાળકનું અસ્વાભાવિક કથાનક, હોઠને કાપી જ નાખી વધારે કામગીરી વહોરતે સરજન (કેમ કે સહેલું તો મલમપટ્ટો જ હત; પણ તે કરાવે તે છોક હેડક ન બને!); બાળકને ભૂલી પ્રતાપ શેઠ પૂરતું જ ત્રણ ચૂકવી અલોપ થતી તેજું; અનાથ આશ્રમમાં કામ કરતાં નિષ્ફરતા દાખવતે ને છેઠકટા પ્રત્યે કોઈ ખાસ ભાવ વગરને સંચાલક પાછળથી સ્વપ્રમાં શી રીતે થારવા લાગ્યો એ અણસાબુ અધ્ધર આલેખન; ડોસા મદારીને હોઠટાનું કયું ગુહ્ય સંભાળવાનું હતું કે તે તેને રિબાવ્યો અને તે વચનભંગને પસ્તાવો કરવા લાગ્યો? અને હોક છોકરો પ્રતાપની મિલકતને વારસ થયો તે કયાંના કાયદાથી? આ બધી વિગતે અણસમજી વણાઈ ગઈ છે. મૂળ જતાં તેનું કારણ કળાય છે. પણ એ બધામાં લાંબાણથી પડવાનું આ ટૂંકી નોંધમાં સ્થાન નથી. એટલું કહેવું જોઈએ કે, આ અનુવેશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy