________________
વિવેકાંજલિ
[પુસ્તકનાં વિવેચન] શ્રી. મગનભાઈ દેસાઈ તેમનાં છાપાંમાં એ અરસામાં પ્રસિદ્ધ થવા લાગેલાં નવાં પુસ્તકો – માસિકો વગેરેના અવલોકને આપતા હતા. તે સામગ્રી હવે વાચક જુએ.
- ' ' “વસુંધરાનાં વહાલાં દવલાં”
૦િ શ્રી. ઝવેરચંદ મેઘાણી કિં૦ ૧-૮-૦; “ફૂલછાબ'નું ૧૯૩૭નું ભેટપુસ્તક; પૃ૦ ૨૫૦ . '
સૌરાષ્ટ્રના મધ્યમ તેમ જ નીચલા થરો વચ્ચેના પડમાંથી” રસ ખેંચીને તૈયાર કરેલી આ વાત, આપણા લેખકને સુલભ એવી, એક સામાજિક નવલ બની રહી છે. મધ્યમ થરના સડા અને દંભી મોભાનાં ભાગ બનતાં. નીચલા થરનાં સ્ત્રી-પુરુષની દશા વર્ણવવાને એમાં આછો પ્રયત્ન લાગે છે.
આવી વાર્તા ગૂંથવાનું વસ્તુ લેખકને વિકટર હ્યુગોના નવલરત્ન "The Laughing Man'માંથી મળ્યું લાગે છે. તે પહેલાં શ્રી. મેઘાણીએ એક નાનકડી લઘુકથા રૂપે હ્યોની એ કથાને ઉમરાવ-સભાને પ્રસંગ ઉતાર્યો હતાઆ લાંબી કથા એ વાર્તાનું વસ્તુ સેરઠી વેશે ઉતારવાનો પ્રયત્ન છે. વાર્તા સૌરાષ્ટ્રમાં મૂકવાને માટે તેમાં જરૂરી ફેરફાર કર્યા છે; મૂળનાં બેત્રણ કથાનકોને બદલે સ્થાનિક નવાં પ્રયોજીને વહયાં છે. હૃગેની વાતમાંથી મદારી, હઠકટ ને રીંછ એ ત્રણ પાત્રો ઉપરાંત કુરૂપમી વિધવા રાણીનું પાત્ર હૃગોની “એશિયાના” પરથી જ ઘડેલું ગણાય.
હૃગોની વાર્તા અમીરો અને ઇંગ્લેન્ડના અમીરી રાજકારભાર પર સચોટ પ્રહાર છે. શ્રી. મેઘાણીએ તે જગાએ કાઠી દરબાર આયા છે; પણ એ એમની વાતનું મુખ્ય પ્રહાર-સ્થાન નથી. એમણે મધ્યમ વર્ગના જઠા મોભા અને પાપી દંભ પર શરસંધાન કર્યું છે. આ પ્રહારોમાં અસ્વાભાવિક અતિરેકની પછી લાગવા છતાં, વાર્તાપ્રવાહ સહ્ય બનવાનું કારણ એ છે કે, વાર્તાની
२०७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org