________________
૨૧૪
' એક ઝલક એ પિતાને માટે ધૃષ્ટતા જ માનતા હતા, એમ કહી શકાય. તેઓ નમ્રતાની મૂર્તિ જેવા હતા. જીવનમાં તેમણે પોતાની મર્યાદા અકી એટલું જ નહીં, જીવનભર એને નજર આગળ રાખી, મગજનું સમતોલપણું અને દૃષ્ટિની સફાઈ કદી આવરાવી દીધી નથી. જાહેરાતખારીને તેઓ એક દેશ જ માનતા. એનાથી તે જાણે એ ભાગતા જ હતા એમ કહેવું જોઈએ. જે કાંઈ નામના તેમણે મેળવી – અને એ ઓછી નહોતી – તે પોતાની સેવાથી અને સેવા પ્રત્યેની અનન્ય નિષ્ઠાથી જ હતી.
એવા જીવનના પાકરૂપે આ “પાંચ બાબતે’ છે: (૧) જીવનનું ધ્યેય નક્કી કરવું, (૨) ચારિત્રય ખીલવવું, (૩) આરોગ્ય સંભાળવું, (૪) ઉપજીવિકાને માટે મહેનત કરવી, અને (૫) લગ્ન કરવામાં શો ખ્યાલ રાખવો – એ બાબતે સદાકાળ યુવાનને વિચારવાની રહેશે. અને તેથી, અનુભવની કસોટી પર ઊતરેલી આ શિખામણ પણ યુવાનોને સદાકાળ પ્રેરક બની શકે છે.
પુસ્તિકાના પ્રારંભમાં કાકા કાલેલકરના બે બોલ પણ મનનીય છે, આ પુસ્તિકાને મજકૂર યુવાન સુધી પહોંચવો જોઈએ.
[મે, ૧૯૪૦]. વિવેકાંજલિ'માંથી]
મગનભાઈ દેસાઈ
મોતીભાઈ અમીન – જીવન અને કાય? [લે. પુરુષોત્તમ છગનલાલ શાહ; પ્રકા મંત્રીઓ, મેંતીભાઈ અમીન સ્મારક સમિતિ, આણંદ, પૃ. ૩૦ + ૬૬૪; કિં૦ ૨-૮-૦.].
ગુજરાતની (ખાસ કરીને વડોદરા રાજ્યની) આજની ભણેલી પ્રઢ પેઢીને ઘડનારાં અનેકમાં મૂંગામાં મંગુ છતાં સચોટ એક બળ તે સ્વ૦ મોતીભાઈ અમીન. એમનું એ કામ આ જીવનચરિતથી એને છાજે એવી કદર પામ્યું છે. એ જોઈ સૌ તેમની સ્મારક સમિતિને ધન્યવાદ આપશે ને તેનો આભાર માનશે. જીવનચરિતસાહિત્ય ઇતિહાસ રચવા માટે સધ્ધર સાધન હોય છે. ગુજરાતના અર્વાચીન સૈકાને (૧૮૩૭ પછીન) ઇતિહાસ ઘડનાર ફરિયાદ કરી શકે કે, આપણે લોકોએ આપણા નાના મોટા સેવકોની હકીકત સંઘરવા સારુ પૂરતી કાળજી કે ચીવટ રાખી નથી. એ દષ્ટિએ આ ગ્રંથ કે કીમતી ગણાય? મોતીભાઈ “સાહેબ” ૧૮૭૩ માં જન્મ્યા. ત્યારના કાળનો અમુક ખ્યાલ આ સેવામય વ્યક્તિના જીવનમાંથી ઇતિહાસકાર પામી શકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org