________________
મોતીભાઈ અમીન – જીવન અને કાય?
ગ્રંથના પાત્ર વિશે કહેવાનું બાકી નથી : “ગુજરાતના મોતી'ની કદર સૌએ ભરી ભરીને કરી છે. આ ગ્રંથ વિશે બે શબ્દ કહેવા જોઈએ. મોટો ગ્રંથ જોઈ કઈ વાચક ભડકે નહિ, કેમ કે બૉર્વેલની ઢબે કામ કરતાં ઢગબંધ સાહિત્ય એકઠું કરી, તેમાંથી જોઈતું વીણી લઈ, લેખકે અતિ પ્રવાહી શૈલીએ આ ગ્રંથ લખ્યો છે. તેનું હકીકત અને ભાવથી ભરેલું વર્ણન વાંચતાં પાનાં ઝટ ઝટ ઊકલતાં જશે, અને એમાંથી સ્વ 'સાહેબ'ની મૂર્તિ સહેજે મન પર આલેખાતી જશે. આ દષ્ટિએ લેખકનો આ પહેલો પ્રયાસ ભારે સફળ ને સ્તુત્ય છે; તેનું છૂપું કારણ તે એ છે કે, લેખક પિતાના ગ્રંથના પાત્રના ભક્ત-શિષ્ય છે. તેથી ગ્રંથમાં વાચક તેના પાત્રની સ્વતંત્ર મુલવણી કે ચર્ચાત્મક વિવેચન નહિ જોવા પામે. તેમાં શરૂમાં મેં કહી તે પ્રકારની વ્યાપક ઇતિહાસદૃષ્ટિ પણ જોવા મળતી નથી. પરંતુ તે આ ગ્રંથની ટીકા નથી, કારણ કે આ ગ્રંથને તૈયાર કરવા પાછળ તે ઉદ્દેશ્ય નહોતે.
સ્મારક સમિતિએ, માફક જ નહિ, પડતર કરતાંય કદાચ ઓછી કિંમતે, આવડો મોટો ને સુંદર ગ્રંથ, સરસ છપાઈ અને ઉત્તમ સજાવટ સાથે આપ્યો, તે માટે તે અને લેખક બેઉ ધન્યવાદને પાત્ર છે. ગુજરાતમાં દરેક પુસ્તકાલયે પુસ્તકોએ જ ઘડેલી ને તેના જ આશક સમી આ સેવામૂર્તિને જીવનગ્રંથ સંઘરવો જોઈએ. જુવાનિયા તે વાંચી તેમાંથી ખંત, ચારિત્ર્યની નિખાલસ નિર્મળતા અને સેવાને મંત્ર પામે. સેવકે તેમાંથી સેવા માટે જરૂરી એવી સૂક્ષ્મ કાર્યદક્ષતા, ચીવટ, ખંત, અથાક શ્રમ, પારદર્શક પ્રમાણિકતા અને હેતુમા, તથા અજાતશત્રુ મૃદુતા નિહાળે. શિક્ષકે તેમાંથી પોતાના ધંધાને શેભાવનાર એક સામાન્ય જ ગણાય એવા માણસની પણ પ્રતિભા કેમ શોભી, તે જોઈ ધર્મ ધરે ને પિતાના કામમાં ગૌરવ ભાળે. સરકારી નોકરો, ખુશામત કે લાગવગ નહિ પણ નિર્મળ કામ ને નેકરીથી, કેટલે ઊંચે સુધી ચડી શકાય છે તે જોઈ, આજે નોકરીમાં જે અધમ વસ્તુઓ ઘૂસી ગઈ છે તે કાઢે, ને છતાં પોતાને ઊંચામાં ઊંચે લાભ સાધી શકાય એ રીતે.
[જુલાઈ, ૧૯૪૨] વિવેકાંજલિમાંથી)
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org