________________
“ભૂમિપુત્ર
ગુજરાત ભૂદાન સમિતિએ થોડા વખત પર જાહેર કર્યું હતું કે, ભૂમિપુત્ર નામથી તેના મુખપત્ર તરીકે એક પાક્ષિક શરૂ કરવામાં આવશે અને તેના તંત્રી તરીકે શ્રી. નારાયણ દેસાઈ અને શ્રી. પ્રબોધ ચોકસી કામ કરશે. તે જાહેરાત મુજબ આ નવું પત્ર તા. ૧૧–૯–'પ૩ને ભૂમિજયંતીને દિવસે બહાર પડયું છે અને હવે દર માસની ૧લી અને ૧૫મીએ બહાર પડશે, એમ જણાવવામાં આવ્યું છે. તેનું વાર્ષિક લવાજમ રૂ. ૨ અને છૂટક નકલની કિંમત દોઢ આનો છે. (પ્રકાશન સ્થાન, યજ્ઞ પ્રકાશન સમિતિ, ૨૭૩, ગાંધીમાર્ગ, અમદાવાદ.)
આ નવા પત્રને આવકાર આપું છું. ભૂમિદાન પ્રવૃત્તિમાં એક મહાશકિતશાળી મંત્ર રહેલો છે. તેની આરાધના કરી એ શક્તિને પ્રગટ કરવાનું કામ આ પત્રા કરશે એવી આશા છે. અને શ્રી. વિનોબા તેમના સંદેશમાં કહે છે એમ, આ યજ્ઞનો સંદેશ આ પત્ર ગામેગામ અને ઘેરઘેર પહોંચાડશે અને ગુજરાતની કુલ ભૂમિને છઠ્ઠો ભાગ દરિદ્રનારાયણને સમર્પણ કરાવીને કૃતાર્થ થશે.
પત્રને ધ્યાનમંત્ર વેદનું નીચેનું સૂકત છે – માતા મૂનિ પુત્રોડથું પૃથિગ્યા: – હું પૃથ્વીનો પુત્ર છું અને મારી માતા ભૂમિ છે; અને પિતા પર્જન્ય છે. ધરતી પર અવતરેલા આપણે સૌ ધરતીનાં બાળ છીએ; એક જ માતાપિતાનાં ફરજંદ છીએ. ચાહે તે ધંધો રોજગાર કરીએ, પરંતુ છેવટે તેને આધાર તો ધરતી અને તેમાંથી મળતું ધન જ છે. એ ધન સી સરખી રીતે વહેંચીને ખાઈએ અને એકમેકમાં ખેંચાખેંચી કે દ્રોહ દળે ન કરીએ, તે ધરતીનું ધન તેનાં બાળકોને માટે અખૂટ જ છે. એ પૃથ્વીને તેના પુત્રોને કેલ છે. ભૂમિદાન-પ્રવૃત્તિ એ અચળ અભયવચન પર ઊભેલી છે. નવું પાક્ષિક આ આર્ષ વાણીને સારી પેઠે સમજાવે એવી પ્રભુ તેને શક્તિ આપે.
[૧૩-૯-૫૩] વિવેકાંજલિ'માંથી)
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org