________________
એક ઝલક
૩૧૦
404 40
તેણે ઘણી બૂમે મારી પણ ઘણા સમય પછી સમાધિ છૂટી રબારીએ કહ્યું, ભાઈ નીચે ઉતર! કયાંક પડી જવાશે. છેવટે નીચે ઉતર્યા, નજીક ઘર હતું. દૂધ લાવીને પીવડાવ્યું.
“ કહેવાય છે કે સાધકનું શરીર સાધના અવસ્થામાં આહાર વિના કેવી રીતે ટકે છે? ગીતા દર્શાવે છે કે પ્રકૃતિ અને પુરુષ બે પરિબળા – સંસારમાં મુખ્ય છે. જ્યારે સાધક સાધનામાં દેહ – પ્રકૃતિ-માંથી ઉપરની અવસ્થામાં જાય છે ત્યારે પ્રકૃતિ આપે।આપ તેની સંભાળ કરે છે. તે એક નિયમ છે. જ્યાં સુધી તે સાધક) પ્રકૃતિમય હતો ત્યાં સુધી તેને બાંધી રાખે છે. બંધનમાં રાખે છે. પરંતુ જ્યારે તેનાથી બહાર – મુક્ત – ઉપર ચઢે છે ત્યારે તે તેની રક્ષક બને છે. રખેવાળ બને છે. અને તેના આહારપાષણની જવાબદારી લે છે. તેથી સાધકને સાધના દરમ્યાન શરીર ટકાવી રાખવા માટે તે આહાર પાણની વ્યવસ્થા કરે છે. આમ પ્રકૃતિ શરીરનું પોષણ કરે છે” “ તેમણે આગળ દર્શાવ્યું કે આ ગુરુ રાજયોગની સાધનાના માર્ગ દર્શાવતા. કાશીકાકા (મગનભાઈ દેસાઈના વકીલકાકા)ની સાધના પૂરી થઈ એટલે તેમણે ત્યાં જવાનું બંધ કર્યું પ્રશ્ન એ થાય છે કે સાધકની સાધના પૂરી થાય તે પછી આ શરીર કેમ રહેતું હશે? શરીર સાધના પૂરી થાય ત છૂટી જવું જોઈએ. ત્યારે કહેવામાં આવે છે કે જ્યાં સુધી દેહ ધર્મનું કર્મફળ – પૂરું ન થાય ત્યાં સુધી દેહ છૂટકે નથી, એ પણ કર્મફળ જ છે. સાધકની સાધના પૂરી થઈ જાય તો પણ જો દેહકર્મ પૂરું ન થાય ત્યાં સુધી સંતા – સાધકો પણ પેાતે શરીર છેાડીને જતા નથી, જઈ શકતા નથી.” શ્રી. ગોપાળદાસ પટેલના ઉપરના વિવિધ પ્રસંગા અને વિચારો તથા જેલમાંથી લખેલા પત્રમાં દર્શાવેલા સ્વામી ગુરુ હજુરાનંદને તેમના જીવનમાં થયેલા પ્રવેશ એ તેમના જીવનની ઘણી મેાટી ઘટના બને છે. જેલમાંથી લખેલા પત્રમાં પેાતાના માનેલા ગુરુ પરત્વે કેટલી બધી શ્રદ્ધા – ટેકના ”. આદર અને ભાવ સ્થિતિ દર્શાવે છે – તેની કલ્પના જ કરવી રહી. તે સ્થિતિ કેઈ માત્ર યુવાની અવસ્થાની ઘેલછા ન હતી, પરંતુ સમગ્ર જીવનકાળ દરમ્યાન તે ભાવ, સમર્પણ, આદર, શ્રદ્ધાભાવ તેમના જીવનમાં વહ્યા કર્યાં છે. ઘરમાં ગ્રંયસાહેબને પધરાવવું, નિયમિત પાઠ બે કલાક બેઠા બેઠા સ્મરણ કે પાઠ કરવા વગેરે નિયમ જીવનમાં કાયમ કરવા વગેરે સ્થિતિ ગુરુ ભક્તિનાં દર્શન કરાવે છે. વધુમાં તા. ૮-૧૧-૧૯૯૩ની મૌખિક રજૂઆત ગુરુ પરત્વેની અતૂટ શ્રદ્ધા કેવી છે તેની તેમની મન:સ્થિતિનાં દર્શન કરાવે છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી, યોગ અને દર્શનશાસ્ત્રો
..
મથા
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org