________________
આત્માર્થી નેપાળદાસ પટેલ મેં તે ધર્મ સ્વીકાર્યો કે ૩૦ વર્ષની ઉંમરે સ્વીકાર્યો એ બન્ને બાબતે કલ્પિત જ છે.” આ તેમણે પોતે જ પોતાની ગડમથલની સ્થિતિ દર્શાવી છે. પરંતુ આ બધી નધિ પરથી સ્પષ્ટ તારવી શકાય છે કે સ્વામી હજુરાનંદજીનો સંપર્ક ૧૯૩૦૩૧ના વર્ષ દરમ્યાન થયો હોવો જોઈએ અને પછી સ્વૈચ્છિક રીતે સાધનાને તે માર્ગ તેમણે મનોમન સ્વામીજીને ગુરુ માની સ્વીકારેલ દેખાય છે. ગુરુગ્રંથ સાહેબને પોતાના ઘરમાં પધરાવવાનું તેઓ તે પછીથી એટલે વચ્ચે જેલયાત્રા પછીથી જ એટલે ૧૯૩૩ના વર્ષની નોંધ વધુ યોગ્ય લાગે છે.
આમ શ્રી. ગોપાળદાસ પટેલનું જીવન ૧૯૩૦-૩૧નું વર્ષ સ્વામી હજરાનંદજીના સંગને કારણે ઘણું બધું પ્રભાવિત થાય છે અને પરિવર્તન પામે છે. કૌટુંબિક વૈષ્ણવ પુષ્ટિ માર્ગના કર્મકાંડી સંસ્કારમાંથી નીકળી ગીતા અને ઉપનિષદના યોગમાર્ગને તથા ગુરુપરંપરાને – સંત માર્ગને સ્વીકાર કરી ભક્તિમાર્ગ પ્રમાણે પોતાના જીવનને ધાર્મિક આચાર ગોઠવેલો જણાય છે.
પોતાના ગુરુ સ્વામી હજાનંદની એક તેજોમય તસવીર તેમના ચાંપાનેરના ઘરમાં અધમયેન્દ્ર યોગાસનમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં દિવાનખંડમાં વર્ષોથી લગાવેલી રહેતી હતી. તેઓ પોતાના આ ગુરુ વિષે એક વખત તા. ૮-૧૧-૧૯૯૩ના દિવસે અનાયાસે દર્શાવેલી વિગતોને પાછળથી નેધ કરી લીધેલી તે ઉપયોગી થશે.
આ સાધુ મૂળ પંજાબના શીખ હતા. તેઓ નાની ઉંમરથી જ સંસારથી વિરક્ત સ્થિતિવાળા હતા. ઘરમાં તેમને સૌ પાગલ જેવા ગણતા. ખાવા-પીવાનું પણ તેમને ભાન રહેતું નહિ. ભણવામાં પણ મન ચોંટતું નહીં. તેમ જ કામ ધંધામાં પણ ચિત્ત લાગતું નહિ. વારંવાર ધ્યાન લાગી જતું. કલાક સુધી શરીર જડ થઈ જતું. એક વાર એક સાંકડા નેળિયામાંથી જતા હશે, ધ્યાન લાગતા રસ્તા વચ્ચે જ બેસી ગયા. એક ગાડાવાળો આવ્યો. બહુ બૂમો પાડી ઊઠે જ નહિ. તેણે ચાબુક માર્યા તોયે કઈ ભાન આવ્યું નહિ એક બીજા ખેડૂતે ઓળખી બાજુમાં ખસેડ્યા.”
એક વખત ખાચરોદ ખાતે કોઈ વ્યવસ્થિત સાધના સ્થાન ન હતું ત્યારે મોટા ઘટાદાર વૃક્ષની ડાળી પર બેસીને દયાન કરવાનું કરેલું. ઘટાદાર ઝાડ એટલે કોઈને ખબર પડે નહીં અને ધ્યાનભંગ ન થાય. થોડા દિવસ પછી ત્યાં એક રબારી ખોવાયેલું ઢેર શોધતે ત્યાં આવ્યો. ઝાડ નીચે જોડા પડેલા જોઈને વહેમાયો. આડીઅવળી નજર કરી પણ કોઈ દેખાવું નહિ. ઝાડ ઉપર નજર કરી તે ઝાડની ઘટામાં આ સાધુ ધ્યાનમાં બેઠેલા દેખાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org