________________
સાહિત્યસેવાની એક ઝલક કૃતિઓને મૂળ, અનુવાદ, વિવરણ, ટિપ્પણ તથા ખાસ મોટા ઉદ્દઘાન સાથે પંજJથી' નામે પ્રસિદ્ધ કરીને જિજ્ઞાસુઓની બહુ મોટી સેવા કરી છે.
કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના કે મેહ વગર અનાસક્તભાવે, વારતઃ સુવા, ગોપાળદાસે ધાર્મિક – આધ્યાત્મિક શાસ્ત્રોના આપેલા અનુવાદ દીર્ઘકાળ સુધી પ્રેરણા આપતા રહેશે, વિશ્વ સાહિત્યના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે શ્રી, મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની ઉમદા સાહિત્યસેવાને શત શત વંદના તા. ૧-૧૨-૦૭
મગનભાઈ જે. પટેલ
શ્રી. ગોપાળદાસ પટેલની સાહિત્ય-સેવાની એક ઝલક
- શ્રી. ગોપાળદાસ એટલે ગોપાળદાસ. એમની સાથે ગાઢ પરિચય થયા બાદ મને લાગ્યું કે આ પુરુષ તો સાહિત્યના ઊંડા મર્મજ્ઞ અને ભાષાવિદુ છે; અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષા પર તે ગજબને કાબૂ ધરાવે છે. આટલી ઊંચી સજજતા હોવા છતાં એ અંગેનું લેશ પણ અભિમાન એમનામાં મને જણાયું નહિ.
ન પહેરવેશને ઠઠારો; ન સાહિત્યવિષયક જાણકારીને દેખાડે; ન વ્યક્તિવિશેષ તરીકે આગળ પડવાની પડાપડી. આવા સાદા અને નિરાભિમાની, વિદ્વાન, સજજનની ઓળખાણ અને હૂંફ મને મળ્યા. આ ઘટનાને હું મારું સૌભાગ્ય સમજું છું.
જેમ જેમ હું એમના નિકટના સંબંધમાં આવતો ગયો તેમ તેમ મને અનુભવ થયો કે શ્રી ગોપાળદાસ –
૦ ખૂબ સારા, સંન્નિષ્ઠ તથા મદદરૂપ વાલી છે. એમનો દીકરો ગૂ૦
વિદ્યાપીઠના વિનયમંદિરમાં ભણત હતે.] ૦ સારા સાહિત્યકાર છે. ૦ ઘણીબધી ભાષાઓના જાણકાર છે. ૦ શિક્ષણશાસ્ત્રના સિદ્ધાતિના જ્ઞાતા છે. ૦ મર્મજ્ઞ ભાષાવિદ્દ, વ્યાકરણવિદ્દ અને ઉચ્ચ કોટીના અનુવાદક છે. ૦ ધર્મશાસ્ત્રો અને ધર્મગ્રંથેના જ્ઞાતા છે. હિંદુધર્મ ઉપરાંત, અન્ય ધની કથા અને સિદ્ધાંતના ઊંડા અભ્યાસી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org