SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ એક ઝલક અંગ્રેજી, સંસ્કૃત, પાકૃત અને પાલિ ભાષાનાં ઊંડાં જ્ઞાન તથા સંપાદન – અનુવાદની એમની વિશિષ્ટ શક્તિથી મુગ્ધ હતા. એમણે પાળદાસને પુરાતવ મંદિરના કાર્યને પુન: શરૂ કરવા સૂચવ્યું. મગનભાઈના સૂચનને ગુરુઆજ્ઞા માની ગોપાળદાસે એ કામ ઉમંગ ને ઉત્સાહપૂર્વક હાથ ધર્યું અને દસ વર્ષમાં – શ્રીમદુની જીવનયાત્રા, શ્રીમદનાં વિચારરત્નો, મહાવીર સ્વામીને સંયમધ, મહાવીર સ્વામીને આચારધર્મ, મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ, કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્ન, હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર, શ્રી ભગવતીસાર, સમીસાંજને ઉપદેશ, પાપ, પુણ્ય અને સંયમ, શ્રી મહાવીર કથા વગેરે જેને ધર્મગ્રંથના અનુવાદ આપ્યા. ગવાસિષ્ઠ અને શ્રીમદ્ ભાગવત જેવા હિંદુ ધર્મના બે બૃહદ અને તાવિક ગ્રંથના એમણે આપેલા સંક્ષિપ્ત અનુવાદ ગોપાળદાસની ઊંડી દાર્શનિક દષ્ટિ અને સંપાદન – અનુવાદકળાના દ્યોતક છે. ગોપાળદાસ એમના જીવનના છેલ્લાં પચીસ વર્ષ પથારીવશ રહ્યા. પરંતુ એ હાલતમાં પણ એમને સંપાદન - અનુવાદયજ્ઞ અટક્યો નહીં. ૧૯૩૭માં પિતાના શીખગુરુ હજુરાનંદ પાસેથી ગોપાળદાસને ગુરુગ્રંથસાહેબ ગ્રંથ પ્રસાદીરૂપે મળ્યો હતો અને તે દિવસથી તેઓ નિત્ય નિયમિત તેને પાઠ કરતા હતા. ગુરુગ્રંથસાહેબ એ ભિન્ન ભિન્ન સંપ્રદાયના સંતોની વાણી છે. કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો એ સંતનું સંમેલન છે. એના રોજના રટન-પઠનમાં આત્મશુદ્ધિની ને જીવનપરિવર્તનની કેવી ગર્ભિત તાકાત પડેલી છે એને ગોપાળદાસને જાતઅનુભવ હતો. દરમિયાન ઓશો રજનીશજીએ ૩૫-૪૦ જેટલા પરદેશી સંતને સૂફીઓનાં પદો ઉપર આપેલાં વ્યાખ્યાને એમના વાંચવામાં આવ્યાં. એમાંથી ભારતના સંતની વાણીના અનુવાદ આપવાની એમને પ્રેરણા થઈ. એના ફળ સ્વરૂપે ગુરુ નાનકનાં ભક્તિપદો, ગુરુ નાનકની વાણી, સંત કબીરની વાણી, દાદૂ ભગતની વાણી. દરિયા ભગતની વાણી, સંત લૂકદાસની વાણી તથા સંત પલટુદાસની વાણી વગેરે પુસ્તકો આપણને મળ્યાં. વિશ્વ-સાહિત્ય અકાદમીએ સંતમાળાના સંક્ષિપ્ત અનુવાદોના પ્રકાશનનું કાર્ય હાથ ધર્યું છે તે સર્વથા સરાહનીય છે. ગુરુગ્રંથસાહેબ એટલે સંતનાં સૂક્તો, પદો, ભજન કીર્તનેને મહાસાગર! પિતાના જીવનની સંધ્યાએ પથારીમાં પડયાં પડ્યાં ગોપાળદાસે એમાંથી ગુરુ નાનકની ‘જપુજી', “આસા-દી-વાર” અને “સિંધ-ગોસટિ' એ ત્રણ કૃતિઓ, ત્રીજા ગુરુ અમરદાસની મનને મુગ્ધ કરનારી કૃતિ “અનં” અને પાંચમા ગુરુ અર્જુનદેવની સુખના મણિરૂપ કૃતિ 'સુખમની’ એ પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy